મુંબઈમાં 5 વર્ષની બાળકીને કરી કિડનેપ, દુષ્કર્મ બાદ હત્યા

News18 Gujarati
Updated: February 9, 2019, 8:14 AM IST
મુંબઈમાં 5 વર્ષની બાળકીને કરી કિડનેપ, દુષ્કર્મ બાદ હત્યા
પ્રતીકાત્મક તસવીર

મા-બાપ સવારે ઊઠ્યા તો દીકરી હતી ગાયબ, ગણતરીના કલાકોમાં જ મળી લાશ

  • Share this:
મુંબઈમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. માહિમ વિસ્તારમાં એલજે રોડની પાસે એક ઝૂંપડામાં પોતાના પરિવારની સાથે ઊંઘી રહેલી 5 વર્ષની બાળકીને ગુરુવારે વહેલી પરોઢે અજાણ્યા શખ્સોએ કિડનેપર કરી લીધી હતી. હવે માહિમમાંથી જ આ બાળકીની લાશ મળી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકના યૌનશોષણ બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે.

સવારે ઊઠ્યા તો દીકરી હતી ગાયબ, ગણતરીના કલાકોમાં મળી લાશ


મળતી જાણકારી મુજબ, મજૂરીનું કામ કરનારા બાળકીના પિતા જ્યારે સવારે જાગ્યા તો બાળકી ન મળી. આસપાસમાં શોધખોળ કર્યા બાદ તેઓએ પોલીસને જાણ કરી. પોલીસ મામલાની તપાસ શરૂ જ કરી રહી હતી કે આ દરમિયાન 10 વાગ્યાની આસપાસ તે જ રીડ પર એક સૂમસામ સ્થળે બાળકીનું શબ મળી આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિર્પોટથી કેસની પુષ્ટિ થઈ છે.

મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશ્નર (ઝોન-5) વિક્રમ દેશમાને કહ્યું કે અમે દુષ્કર્મ અને હત્યાની કલમોમાં કેસ નોંધ્યો છે. સાથોસાથ પોક્સો એક્ટ પણ લગાવ્યો છે. મામલાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે અલગ-અલગ ટીમની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો, ફિલ્મમેકરે પત્નીની હત્યા કરી, લાશના ટુકડા કરી ફેંકી દીધી, ટેટૂના કારણે હત્યાનો ભેદ ઉકેલાયોઆંધ્ર પ્રદેશમાં હેડમાસ્ટરે જ આચર્યું બાળકી પર દુષ્કર્મ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં આંધ્ર પ્રદેશમાં પણ આ પ્રકારની હૃદય કંપાવતો એક મામલો સામે આવ્યો હતો. આંધ્ર પ્રદેશમાં એક 42 વર્ષીય સ્કૂલના હેડમાસ્ટરની પોતાની જ સ્કૂલની ધોરણ-2માં ભણતી બાળકી સાથે કથિત રીતે દુષ્કર્મ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારની છે, જ્યારે કૃષ્ણા જિલ્લાના એક સરકારી હાઈસ્કૂલના હેડમાસ્ટરે 8 વર્ષની બાળકીને કથિત રીતે એક ખાલી રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું.
First published: February 9, 2019, 8:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading