છેડતીનો વિરોધ કરતા ગુંડાઓએ હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થિનીઓને માર્યો ઢોર માર

News18 Gujarati
Updated: October 7, 2018, 8:13 AM IST
છેડતીનો વિરોધ કરતા ગુંડાઓએ હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થિનીઓને માર્યો ઢોર માર
હોસ્પિટલમાં દાખલ કરાયેલી ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ

બિહારના સુપૌલ જિલ્લામાં એક ચકચારી ઘટના બની છે. જિલ્લામાં મહિલાઓ અને યુવતીઓ કેટલી સુરક્ષિત છે એ ઉપર એક મોટો પ્રશ્ન થયો છે.

  • Share this:
બિહારના સુપૌલ જિલ્લામાં એક ચકચારી ઘટના બની છે. જિલ્લામાં મહિલાઓ અને યુવતીઓ કેટલી સુરક્ષિત છે એ ઉપર એક મોટો પ્રશ્ન થયો છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લામાં ત્રિવેણીગંજમાં સ્થિત કસ્તૂરબા ગાંધી આવાસીય હાઇ સ્કૂલમાં રહેનાવી વિદ્યાર્થીઓએ જ્યારે સ્થાનિક ગુન્ડાઓની છેડતીનો વિરોધ કર્યો તો ગુન્ડાઓએ યુવતીઓને ઢોર માર માર્યો હતો.

આ ઘટના શનિવાર સાંજે બની હતી. રોજની જેમ આ દિવસે પણ ગામના અસામાજીક તત્વો આવાસીય સ્કૂલની દિવાલ ઉપર અશ્લિલ અને ભદ્દી બાબતો લખી રહ્યા હતા. છાત્રાઓએ તેનો વિરોધ કર્યો અને યુવકોને ધમકાવ્યા હતા. ત્યારબાદ ગામના આશરે 2 ડઝનથી વધારે યુવકો લાકડી સાથે સ્કૂલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓ ઉપર હુમલો કર્યો હતો. સાથે સાથે સ્કૂલમાં તોડફોડ પણ કરવાનું શરૂ કરી દીધું હતું. આશરે એક કલાક સુધી આ ગુન્ડાઓ વિદ્યાર્થિનીઓને મારતા રહ્યા હતા. પરંતુ તેમને બચાવવા માટે કોઇ આવ્યું ન્હોતું.

40 વિદ્યાર્થિનીઓ થઇ ઇજાગ્રસ્ત

આ ઘટનામાં આશરે 40 યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. થોડા સમય પછી તંત્રને આ ઘટના અંગે જાણકારી મળતા એમ્બ્યુલન્સ લઇને સ્કૂલ પહોંચ્યા અને એક એક કરીને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ પહોંચાડી હતી. આ તમામ યુવતીઓની સારવાર ચાલી રહી છે.

દીવાલ ઉપર લખી હતી અશ્લિલ બાબતો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય મહિનાઓથી ત્રિવેણીગંજમાં સ્થિત કસ્તૂરબા ગાંધી આવાસીય હાઇ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સ્થાનિક યુવકોની છેડતીનો શિકાર બની રહી છે. અનેક વખત આ વિદ્યાર્થિનીઓએ સ્કૂલ પ્રશાસનને ફરિયાદ કરી હતી પરંતુ તેમની ફરિયાદને અવગણવાાં આવી હતી. ગામના યુવકો સ્કૂલની દિવાલ ઉપર અશ્લિલ અને ખરાબ બાબતો લખીને યુવતીઓને શર્મસાર કરતા હતા.
First published: October 7, 2018
વધુ વાંચો
अगली ख़बर