યુવતીની રુંવાડા ઉભા કરી નાંખે એવી ઘટના! 'મારા નગ્ન ફોટો લીધા, મને પોતાના ઘરે બોલાવી અને દરરોજ....'

ગ્રાફિક્સ

assam news: બોંગાઈગાવ જિલ્લામાં (Bongaigaon district) એક મહિલાએ 4 લોકો ઉપર સામૂહિક દુષ્કર્મનો (gang rape) આરોપ લગાવ્યો છે.

 • Share this:
  આસામઃ દુષ્કર્મની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે આસામ રાજ્યમાં (Assam news) રુંવાડા ઊભા કરી નાંખે એવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બોંગાઈગાવ જિલ્લામાં (Bongaigaon district) એક મહિલાએ 4 લોકો ઉપર સામૂહિક દુષ્કર્મનો (gang rape) આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે ચાર લોકોએ મળીને આશરે બે વર્ષ સુધી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં જ્યારે પીડિતાએ ફરિયાદ (police complaint) કરવાની વાત કહી તો તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેમ તેમ કરીને તેણે પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી હતી. પરંતુ ત્યાંથી પણ નિરાશા હાથ લાગી હતી. મહિલાનો આરોપ છે કે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ પોલીસ (police) કોઈ કાર્યવાહી ન કરી.

  સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી નગ્ન તસવીરો
  મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે આસામના બોંગાઈગાવ જિલ્લામાં ચાર લોકોએ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ નિષ્ક્રિય બની રહી. આરોપીએ તેની આપત્તિજનક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને વાયરલ કરી દીધી છે. તેને બ્લેકમેઈલ કરવામાં આવી રહી છે. તેનો ચહેરો કાળો કરીને બેઈજ્જત કર્યો છે. એટલું જ નહીં તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

  આરોપી મહોલ્લાના જ રહેનારા
  મીડિયા રિપોર્ટ પ્રમાણએ 23 વર્ષીય પીડિતા બોંગઈગાવ જિલ્લાના બૌડી બજાર ભાલાગુરી વિસ્તારની રહેવાશી છે. આરોપી તેમના મહોલ્લાના જ છે. છેલ્લા બે વર્ષથી તેને પરેશાન કરી રહ્યા છે. અને બ્લેકમેઈલ કરીને સામૂહિક દુષ્કર્મ કરી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-વડોદરા મહેંદી હત્યા કેસઃ પોલીસે ફ્લેટમાં હીનાની લાશ કાઢી, સડેલી હાલતમાં પોટલો બાંધવો પડ્યો

  પીડિતાએ 29 સપ્ટેમ્બરે બોંગઈગાવ સદર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પીડિતાનું કહેવું છે કે ફરિયાદ કરવા છતાં પણ પોલીસે ખુલ્લેઆમ ફરી રહેલા આરોપીઓ સામે કોઈ પગલાં લેતી નથી.

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

  બાળકો અને પતિને જાનથી મારી નાંખવાની આપી ધમકી
  પીડિતાએ પોલીસ પાસે નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ચાર લોકો છેલ્લા બે વર્ષથી 10-15 દિવસે મારું યોન શૌષણ કરી રહ્યા છે. મારી નગ્ન તસવીરોનો ઉપયોગ કરીને મને બ્લેકમેઈલ કરી રહ્યા છે. તેમણે મારા બાળકો અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

  આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

  મહિલાએ જણાવ્યું કે પતિ દિલ્હીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. કોવિડના કારણે ઘરે પરત આવી ગયા હતા. ન્યાય માટે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી પરંતુ મદદ મળી નહીં. જોકે, પોલીસનું કહેવું છે કે આ મામલે ક્રોસ કેસ નોંધવામાં આવ્યો છે. અને પીડિતાનું મેડકલ કરાવીને નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
  Published by:ankit patel
  First published: