કાશ્મીરમાં અથડામણ, 4 જવાન શહીદ, એક આતંકવાદી ઠાર

ઉત્તરી કાશ્મીરમાં આજે કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી બે અલગ અલગ અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો છે. જ્યારે આપણા ચાર જવાનો શહીદ થયા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, લોલાબ વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન આ અથડામણ થઇ હતી.

ઉત્તરી કાશ્મીરમાં આજે કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી બે અલગ અલગ અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો છે. જ્યારે આપણા ચાર જવાનો શહીદ થયા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, લોલાબ વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન આ અથડામણ થઇ હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
શ્રીનગર # ઉત્તરી કાશ્મીરમાં આજે કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી બે અલગ અલગ અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો છે. જ્યારે આપણા ચાર જવાનો શહીદ થયા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, લોલાબ વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન આ અથડામણ થઇ હતી.

હંદવારાના હફરૂદા જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં સામસામે ગોળીબારી થતાં ત્રણ જવાનો શહીદ થયા હતા. જ્યારે પુલવામા જિલ્લામાં થયેલી એક અથડામણણાં જૈશ એ મોહમ્મદ જુથના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક જવાન ઘાયલ થયો હતો. માનવામાં આવે છે કે આ બંને આતંકવાદીઓ પાકિસ્તાની હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ સલીમ ઉર્ફે આદિલ પઠાણ અને રહેમાન ઉર્ફે રહમાન ઉર્ફે બરમી તરીકે થઇ છે. પાકિસ્તાન સ્થિત જુથ જેએએમ જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં કેટલાક મોટા હુમલામાં જવાબદાર છે. આ હુમલાઓમાં 13 ડિસેમ્બર 2001માં સંસદમાં કરાયેલ હુમલો પણ છે.

રાજકારણ થયું તેજ : પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી મોહમ્મદ સઇદ પર પ્રહાર કરતાં કહ્યું કે, આજે સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જો આ સ્થિતિમાં તમે એમ કહો કે સેનાનો રોલ નથી તો હું એ માની શકું નહીં. જ્યારે મેં afspa ની વાત કરી હતી તો મુફ્તી સાહેબે કહ્યું હતું કે, સેનાને જવાની જરૂરત નથી. આજે અચાનક એમના બોરીયા બિસ્તરા હટાવવાની વાત કરે છે. સેનાને જવું પડશે અને એ માટે ઠોસ પગલાં લેવા પડશે. મુફ્તી પગલાં નથી ભરી રહ્યા.
First published: