30 લોકોએ 2 વર્ષ સુધી કર્યો સગીરાનો રેપ, સગીરાની ઈચ્છા નહી પિતાને થાય જેલ

News18 Gujarati
Updated: September 26, 2019, 8:16 PM IST
30 લોકોએ 2 વર્ષ સુધી કર્યો સગીરાનો રેપ, સગીરાની ઈચ્છા નહી પિતાને થાય જેલ
પ્રતિકાત્મક તસવીર

બાળકીના યૌન શોષણની શરૂઆત 10 વર્ષની ઉંમરમાં થવા લાગી હતી. ત્યારે સૌથી પહેલા તેના પિતાના એક મિત્રએ તેની સાથે રેપ કર્યો.

  • Share this:
કેરળના મલ્લપુરમમાં એક સગીરા સાથે તેના પિતાના 30 પરિચિત લોકોએ બે વર્ષ સુધી રેપ કર્યો. બાળકીના માતા-પિતાને દીકરીના યૌન શોષમની પૂરી જાણકારી હતી, પરંતુ બંને પૈસા માટે ચૂપ રહ્યા. બાળકીના યૌન શોષણની શરૂઆત 10 વર્ષની ઉંમરમાં થવા લાગી હતી. ત્યારે સૌથી પહેલા તેના પિતાના એક મિત્રએ તેની સાથે રેપ કર્યો. આ વ્યક્તિ તેના પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારબાદ આ જધન્ય અપરાધમાં એક બાદ એક 30 લોકો સામેલ થયા.

સ્કૂલમાં કાઉન્સેલિંગ દરમિયાન બાળકીએ સંભળાવી આપવીતી
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘરની નજીક એક સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી આ બાળકીના કાઉન્સેલિંગ સેશન દરમિયાન પૂરી કહાની સામે આવી. બાળકીની આપવીતી સાંભળી કાઉન્સેલર પણ હેરાન થઈ ગયા. આ મામલો ખુલ્યા બાદ બાળકીને શનીવારે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે બાળકી શેલ્ટર હોમ જઈ રહી હતી તો તેણે ઘરના દરવાજા પર ચોકથી અંગ્રેજીમાં સોરી અમ્મા લખ્યું. તે ઈચ્છતી ન હતી કે, તેના પિતાને સજા મળે, કેમ કે તેના પિતાને જેલ થવાથી ઘર આર્થિક સંકટમાં આવી જશે.

કાઉન્સેલરે જણાવ્યું, બાળકીને યૌન શોષણનો અહેસાસ નહી
કેરળ પબ્લિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે કામ કરનાર કાઉન્સેલરે જણાવ્યું કે, જ્યારે બાળકીને પૂછવામાં આવ્યું ઘરમાં કેવું ચાલી રહ્યું છે, તો તે રોવા લાગી. તેણે જણાવ્યું કે, તેના ઘરમાં બિમાર દાદી છે. તેમની આર્થિક પરિસ્થિતિ ખુબ ખરાબ છે. તે ઘરનું ભાડુ પણ નથી આપી શકતા. તેને પરિવારની ચિંતા હતી, પરંતુ પોતાના યૌન શોષણનો અહેસાસ ન હતો. બાળકીએ કાઉન્સેલરને જણાવ્યું કે, એક ત્રીજો વ્યક્તિ તેના રેપ બાદ પૈસા વસુલતો હતો, પરંતુ તે તેને ક્યારે મળી નથી. કાઉન્સેલરને લાગે છે કે, બાળકીના બેરોજગાર પિતાએ પહેલા તેની માને દેહ વ્યાપારમાં ધકેલી હતી.

પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી, બાકીની શોધ ચાલુતિરુરંગદી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર નૌશાદ ઈબ્રાહિમે જણાવ્યું કે, રવિવારે એક મેજિસ્ટ્રેટ સામે બાળકીએ નિવેદન નોંધાવ્યું છે. મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટી થઈ છે. રવિવારે રાત્રે જ બાળકીના પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે લોકો પર પૉક્સો ઍક્ટ અને આપીસીની કલમ 354 અને 376 હેઠળ કેસ ચાલશે. જ્યારે બાળકીના પિતા પર જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મલપ્પુરમના ડીએસપીએ જણાવ્યું કે, બાકી લોકોની શોધ ચાલુ છે.

પાડોસીએ સ્કૂલના અધિકારીઓને આપી બાળકીના શોષમની જાણકારી
વારંવાર થઈ રહેલા શોષમના કારણે બાળકીની તબીયત ખરાબ રહેવા લાગી હતી. જેથી તે સ્કૂલ પમ ખાસ જતી ન હતી. કોઈએ આ વાત પર ધ્યાન ન આપ્યું. આ સમયે એક પાડોશીએ સ્કૂલના અધિકારીઓને આની જાણકારી આપી. ત્યારબાદ સ્કૂલે બાળકીનું કાઉન્સેલિંગ કરાવ્યું અને બે વર્ષથી થઈ રહેલા યૌન શોષમની સચ્ચાઈ સામે આવી. જોકે, પીડિત બાળકીની માએ તમામ આરોપોને પગાવતા કહ્યું કે, મારા પરિવાર વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે. મને મારી દીકરી પાછી જોઈએ.
First published: September 26, 2019, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading