Home /News /crime /

અમેરિકાનું ઇતિહાસનું સૌથી ખોફનાક અપહરણ: આરોપીએ 26 બાળકોને કિડનેપ કરી જીવતા દફન કરી દીધા'તા

અમેરિકાનું ઇતિહાસનું સૌથી ખોફનાક અપહરણ: આરોપીએ 26 બાળકોને કિડનેપ કરી જીવતા દફન કરી દીધા'તા

Photo-AP

Crime Alert: આ અપહરણ કાંડને અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સામૂહિક અપહરણ માનવામાં આવે છે. આ પ્લાનિંગ દેખીતી રીતે જ 1971માં આવેલી ફિલ્મ ડર્ટી હેરી ફિલ્મના પ્લોટ પોઇન્ટથી પ્રેરિત હતું. આ ફિલ્મ જોઈને વુડસે અપહરણનું ષડયંત્ર રચ્યું હતું.

વધુ જુઓ ...
  અમેરિકામાં 1976માં બાળકોથી ભરેલી બસના અપહરણ (Kidnapping)ના ગુનામાં જેલમાં બંધ 70 વર્ષીય વ્યક્તિને પેરોલ માટે મંજૂરી આપવામાં આવી છે. આ આરોપીનું નામ ફ્રેડરિક ન્યૂહોલ વુડ્સ  છે. જેની હાલમાં ઉંમર 70 વર્ષ છે તેણે અન્ય બે શખ્સો સાથે મળી 45 વર્ષ પહેલાં ઉત્તરી કેલિફોર્નિયા (California)ના મેડેરા કાઉન્ટીના નાના શહેર ચાઉચિલામાં 26 બાળકો અને બસ ડ્રાઇવરનું અપહરણ (Chowchilla kidnapping) કર્યું હતું. તેમને જમીનથી 12 ફૂટ નીચે જીવતા દફનાવી દેવાયા હતા અને બાળકોને છોડવા માટે 5 મિલિયન ડોલર એટલે કે, અંદાજે 37 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

  આ ઘટનામાં તમામ 27 બંધકોને લિવરમોર લઈ જવામાં આવ્યા હતા. તેમને વુડ્સના પિતાની માલિકીના બંકરમાં જીવતા દફનાવવામાં આવ્યા હતા. આ સ્થળે વેન્ટીલેશનની વ્યવસ્થા હતી. આ અપહરણ કાંડને અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સામૂહિક અપહરણ માનવામાં આવે છે. આ પ્લાનિંગ દેખીતી રીતે જ 1971માં આવેલી ફિલ્મ ડર્ટી હેરી ફિલ્મના પ્લોટ પોઇન્ટથી પ્રેરિત હતું. આ ફિલ્મ જોઈને વુડસે અપહરણનું ષડયંત્ર રચ્યું હતું.

  અહીં ઉલ્લેખનીય છે કે, 16 કલાક ભૂગર્ભમાં રહ્યા બાદ અપહરણકારો ઊંઘી ગયા હોવાથી ડ્રાઇવર અને બાળકો જાતે જ ખોદીને ફરાર થઇ ગયા હતા.

  વુડ્સ અને તેના સાથી રિચાર્ડ અને જેમ્સ સ્ચોનફેલ્ડને અપહરણના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ પેરોલની શક્યતા વિના દરેકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, અપીલ કોર્ટે આ સજાને ઉલટાવીને ચુકાદો આપ્યો હતો કે, તેમને પેરોલની તક મળવી જોઈએ.

  આ પણ વાંચો-સુરત: ત્રણ મહિનાનાં બાળકને રૂમમાં મૂકી બીજા રૂમમાં માતાએ કર્યો આપઘાત

  આ દરમિયાન રિચર્ડ સ્ચોનફેલ્ડને 2012માં પેરોલ આપવામાં આવી હતી અને જેમ્સ સ્ચોનફેલ્ડને 2015માં મુક્ત કરવામાં આવ્યો હતો. વુડ્સ હજી પણ જેલમાં છે. વુડ્સની પેરોલ અરજી 17 વખત રિજેક્ટ થઈ હતી. પણ તે 1982માં જ પેરોલ માટે લાયક થઈ ગયો હતો.

  અપહરણનો ભોગ બનેલા બાળકો હવે પુખ્ત વયના છે. તેમાંથી કેટલાકે 2015માં CNNને જણાવ્યું હતું કે, તેઓને હજી પણ આ ઘટનાના દુઃસ્વપ્નો આવે છે. બીજી તરફ અત્યારે પેરોલ આપનાર કમિશનનું માનવું છે કે વુડ્સ હવે સમાજ માટે ખતરો નથી.

  કઈ રીતે બની હતી ઘટના?

  15 જુલાઈ, 1976ના રોજ 26 બાળકો ડેરીલેન્ડ એલિમેન્ટરી સ્કૂલમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અપહરણ થયું હતું. સાંજે 4 વાગ્યે અપહરણકર્તાઓએ તેમને બે સફેદ વાનથી આંતરીને રોક્યા હતા. તમામ બાળકોની ઉંમર 5થી 14 વર્ષની વચ્ચે હતી. આ તમામ બાળકોને જમીનથી 12 ફૂટ નીચે દફનાવવામાં આવ્યા હતા. તેમને વાનમાંથી સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Kidnapping, અમેરિકા, ગુનો

  આગામી સમાચાર