યુવકે પુત્ર હોવાનો ઢોંગ કરી વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા, તેના સાચા પુત્રને મારી નાખ્યો!

News18 Gujarati
Updated: December 27, 2018, 10:50 AM IST
યુવકે પુત્ર હોવાનો ઢોંગ કરી વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા, તેના સાચા પુત્રને મારી નાખ્યો!
પ્રતિકાત્મક તસવીર

અર્શદ ત્રીજી ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો. બાદમાં તેનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો.

  • Share this:
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાં હત્યાનો એક સનસની બનાવ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં એક 22 વર્ષીય યુવકે તેના પાડોશી બાળકના પિતા પાસેથી પોતે તેનો પુત્ર હોવાનો ઢોંગ કરીને પૈસા લીધા હતા. આ માટે તેણે વ્યક્તિના સાચા પુત્રની હત્યા કરી નાખી હતી.

પૂર્વસ્થલી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે, "હત્યા બદલ બાબુઈદંગા ગામના જમાલ શૈખની સોમનારે ધરપકડ કરવામાં આવી છે. જમાલ શૈખે તેના પાડોશીમાં રહેતા 14 વર્ષીય પુત્ર અર્શદ શૈખની હત્યા કરી નાખી હતી."

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપીને એ વાતની જાણ હતી કે 14 વર્ષીય અર્શદે તેના પિતાને ક્યારેય જોયા નથી. બાળકના પિતાએ વર્ષો પહેલા તેની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદમાં વ્યક્તિ કેરળમાં રહેવા ચાલ્યો ગયો હતો અને ત્યાં જ કામ કરે છે.

આ પણ વાંચોઃ સુરતઃ પૈસાની ઉઘરાણી કરી તો ત્રણ મિત્રોએ આધેડની કરી હત્યા, એકની ધરપકડ

બાળકનો ઉછેર તેના નાનાના પરિવારે કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે જમાલે આ વાતનો ફાયદો ઉઠાવીને બાળકના પિતાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. એટલું જ નહીં તેણે તેના પુત્રના નામે ફોન કર્યો હતો અને નાણાકીય મદદ માંગી હતી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જમાલના ફોન બાદ વ્યક્તિએ તેને પૈસા મોકલી આપ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાનો પ્લાન ખુલ્લો પડી જવાના ડરને કારણે અર્શદે વ્યક્તિના સાચા પુત્રની હત્યા કરી નાખી હતી.આ પણ વાંચોઃ સુરતઃ લાજપોર જેલ તંત્રની આડોડાઇના કારણે હત્યાના આરોપીની માતાની અંતિમક્રિયા અટવાઇ

પોલીસના કહેવા પ્રમાણે અર્શદ ત્રીજી ડિસેમ્બરના રોજ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો. બાદમાં તેનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતા જમાલની ધરપકડ કરી હતી.
First published: December 27, 2018, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading