પુણે : 22 વર્ષની પટેલ યુવતીની પૂર્વ-બોયફ્રેન્ડે છરીના ઘા મારી કરી હત્યા

પુણે : 22 વર્ષની પટેલ યુવતીની પૂર્વ-બોયફ્રેન્ડે છરીના ઘા મારી કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

પૂર્વ બોયફ્રેન્ડે છરી માર્યા બાદ રસ્તા પર લથડિયાં ખાતી વીણાને ટ્રાફિક પોલીસે હોસ્પિટલ પહોંચાડી હતી.

 • Share this:
  પુણે : ચંદનનગર પોલીસે આઈટીનો અભ્યાસ અધવચ્ચે છોડી ચુકેલા એક યુવક સામે તેની પૂર્વ ગર્લફ્રેન્ડની હત્યા કરવાનો ગુનો દાખલ કર્યો છે. યુવકની ઓળખ 25 વર્ષીય કિરણ શિંદે તરીકે કરવામાં આવી છે. યુવક થેરગાંવનો રહેવાશી છે. હાલ તે પોલીસ પકડથી દૂર છે. યુવક સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે.

  પીડિત યુવતી વીણા પટેલ (ઉ.વ.22) ચંદનનગરની રહેવાશી છે. શિંદેએ વીણાને છરીના ચાર ઘા મારી દીધા હતા. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન વાણીનું મંગળવારે મોત થયું હતું. શિંદેએ છરી માર્યા બાદ રસ્તા પર લથડિયાં ખાતી વીણાને ટ્રાફિક પોલીસે હોસ્પિટલ પહોંચાડી હતી.  સીનિયર પોલીસ અધિકારી ક્રિષ્ના ઇન્દલકરે જણાવ્યું કે, "તપાસમાં માલુમ પડ્યું છે કે શિંદે છેલ્લા પાંચ દિવસથી કોઈના સંપર્કમાં ન હતો. શિંદેનો મિત્ર તેમજ ફરિયાદી પ્રકાશ ઘાપટ વીણા સાથે તેની શોધમાં ચંદનનગર પહોંચ્યાં હતા. મંગળવારે રાત્રે 10.30 વાગ્યે શિંદેએ તીક્ષ્ણ હથિયારથી વીણા પર ચાર પ્રહાર કર્યા હતા. "

  પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, "શિંદે અને પીડિત યુવતી એક આઈટી કંપનીમાં સાથે કામ કરતા હતા. બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જોકે, બાદમાં શિંદે વારેવારે શંકા કરતો હોવાથી બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો."

  શિંદેને શોધવા માટે તેના મિત્ર ઘાપટે વીણાની મદદ લીધી હતી. બંને તેની શોધમાં ચંદનનનગર પહોંચ્યાં ત્યારે શિંદેએ વીણા પર હુમલો કરી દીધો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:June 13, 2019, 10:37 am

  ટૉપ ન્યૂઝ