મુંબઈ : 21 વર્ષની મોડલ-અભિનેત્રી પર દુષ્કર્મના કેસમાં ડોક્ટરની ધરપકડ

News18 Gujarati
Updated: May 9, 2019, 10:21 AM IST
મુંબઈ : 21 વર્ષની મોડલ-અભિનેત્રી પર દુષ્કર્મના કેસમાં ડોક્ટરની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

પીડિતાના જણાવ્યા પ્રમાણે ડોક્ટરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને બીભત્સ તસવીરો ક્લિક કરીને તેણીને બ્લેકમેઇલ કરી હતી.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં 21 વર્ષની મોડલ તેમજ ટીવી અભિનેત્રી સાથે કથિત દુષ્કર્મના આરોપમાં 55 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી જ્યારે ટીવી સિરિયલમાં કામ કરતી હતી તે દરમિયાન તેણી આરોપી ડોક્ટરના સંપર્કમાં આવી હતી.

આ મામલે પોલીસે આઇપીસીની સંબંધિત કલમો હેઠળ ડોક્ટર સામે એફઆઈઆર દાખલ કરી છે. આ મામલે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ તેને 10મી મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ કેસની તપાસ કરી રહેલા અધિકારીના જણાવ્યા પ્રમાણે રવિવારે ચેમ્બુર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

News18Gujarati.com પર જાણો ધોરણ 12 સાયન્સનું પરિણામ :પીડિતાની ફરિયાદ પ્રમાણે એક મિત્રની ભલામણ બાદ સ્કિન સારવાર માટે તેણી 2017ના વર્ષમાં ડોક્ટરના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને સારા મિત્રો બની ગયા હતા. પીડિતાના જણાવ્યા પ્રમાણે ડોક્ટરે તેના પરબળાત્કાર ગુજાર્યો હતો અને બીભત્સ તસવીરો ક્લિક કરીને તેને બ્લેકમેઇલ કરી હતી. ડોક્ટરે એક મુલાકાત દરમિયાન પીડિતાની બીભત્સ તસવીરો ક્લિક કરી હતી તેમજ તેનો ઉપયોગ કરીને તે તેને બ્લેકમેઇલ કરતો
રહ્યો હતો.

હિન્દુસ્તાન ટાઇમ્સે એક તપાસ અધિકારીને ટાંકીને લખ્યું છે કે, ડોક્ટરે ફરિયાદી યુવતીને વર્સોવા ખાતે એક ફ્લેટ પણ ભાડે આપ્યો હતો. એટલું જ નહીં ડોક્ટરના ખાતામાંથી યુવતીના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા
હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે આ કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.
First published: May 9, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading