'મને સપનું આવતું હતું કે સાજા થવા માટે કોઈને મારી દો', અંધવિશ્વાસમાં યુવકે આઠ વર્ષના બાળકની કરી હત્યા

અંધવિશ્વાસમાં બાળકની હત્યા ઘટના સ્થળની તસવીર

bihar crime news: આરોપીએ આ ઘટનાને અંધ વિશ્વાસના ચક્કરમાં અંજામ આપ્યો હતો. આરોપીએ ગુનો કબૂલ કરતા પોલીસને જણાવ્યું હતું કે, તેને સપનું આવતું હતું કે, કોઈને મારી દો તો તું ઠીક થઈ જઈશ. એટલા માટે મેં બાળકને પહાડી ઉપર લઈ જઈને મારી નાંખ્યો.

  • Share this:
    કેસી કુંદનઃ જમુઈઃ બિહારમાં (Bihar news) એક માસૂમની હત્યાની ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં અંધવિશ્વાસની આડમાં 8 વર્ષના બાળકની બલી ચઢાવવાની (8 year old murder case in jamui) હૃદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટના જમુઈ છે. જમુઈ જિલ્લાના ઝાઝા પોલીસ સ્ટેશનમાં એક આઠ વર્ષના બાળકની અંધવિશ્વાસમાં (Superstition) ગળું કાપીને હત્યા કરી દીધી હતી. મૃતકનું નામ મિથુન કુમાર સામે આવ્યું છે. જ્યારે હત્યા કરનાર યુવકનું નામ લાટો દાસ છે. પોલીસે હત્યારે યુવકની ધરપકડ (police arrested boy) કરી હતી.

    વધુ મળતી માહિતી પ્રમાણે મૃતક બાળક ચાયનો રહેવાશી છે હત્યારો પણ આજ ગામનો રહેવાશી છે. જાણકારી પ્રમાણે બાળક મંગળવારે બપોરે ગાયબ થયો હતો. જેની શોધ ઘરના લોકોએ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આરોપી લાટો બાળકાને બાઈક ઉપર બેશાડીને પહાડી ઉપર લઈ ગયો હતો. જ્યાં મોંઢું બંધ કરીને બેભાન કર્યો હતો. બાળકને બેભાન કર્યા બાદ ચપ્પા વડે તેનું ગળું કાપી નાંખીને હત્યા કરી હતી.

    આરોપીએ આ ઘટનાને અંધ વિશ્વાસના ચક્કરમાં અંજામ આપ્યો હતો. આરોપીએ ગુનો કબૂલ કરતા પોલીસને જણાવ્યું હતું કે, તેને સપનું આવતું હતું કે, કોઈને મારી દો તો તું ઠીક થઈ જઈશ. એટલા માટે મેં બાળકને પહાડી ઉપર લઈ જઈને મારી નાંખ્યો.

    આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકોને લાગણીઓ ઉપર કાબુ રાખવો, જાણો રાશિફળ

    આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પરિવાર બેહાલ થયો હતો. માસૂમની હત્યાથી આખા પરિવારના લોકો હેરાન થયા હતા. બાળકના પિતા મંગરુ દાસે જણાવ્યું તેનો પુત્ર મિથુન મંગળવાર બપોરથી ગાયબ હતો. ત્યારબાદ તેની શોધ કરી હતી. પરંતુ તેની ક્યાં ભાળ મળી નહીં.

    આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

    આ પણ વાંચોઃ-મોરબીઃ ટંકારામાં Friendship dayના દિવસે ત્રણ મિત્રોના એક સાથે નદીમાં ડૂબી જવાથી મોત

    બાળકના ગુમ થયાની જાણ પોલીસ સ્ટેશને કરી હતી ત્યારબાદ ઝાઝા પોલીસે આ અંગે તપાસ શુ કરી હતી કારણે ગામમાં છેલ્લીવાર આરોપી લાટોની સાથે બાળક જોવા મળ્યો હતો. પોલીસની તપાસમાં આખો મામલો સામે આવ્યો હતો.

    આ મામલે એસપી પ્રમોદ કુમાર મંડલે જણાવ્યું કે અંધવિશ્વાસમાં 21 વર્ષીય યુવકે બાળકનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. ધરપકડ કર્ય બાદ યુવક સાથે પૂછપરછ બાદ બાળકની લાશને પહાડીમાંથી શોધી હતી. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચપ્પું પણ જપ્ત કર્યું છે. આરોપીએ સ્વીકાર કર્યું હતું કે પોતાને સારો કરવા માટે બાળકની હત્યા કરી હતી.
    Published by:ankit patel
    First published: