આત્યંતિક પગલું: UPSCના ઇન્ટરવ્યૂમાંથી બહાર થતાં યુવક-યુવતીનો આપઘાત
આત્યંતિક પગલું: UPSCના ઇન્ટરવ્યૂમાંથી બહાર થતાં યુવક-યુવતીનો આપઘાત
પ્રતીકાત્મક તસવીર.
ચંદીગઢ (Chandigarh)માં ચાર કલાકના અંતરાલમાં જ એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો. બંને યૂપીએસસી (UPSC)ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. બંને પાસે અંતિમ તક જ હતી.
ચંદીગઢ: સફળતા ન મળતા લોકો નિરાશ થઈ જતા હોય છે. અમુક લોકો નાસીપાસ થઈને આપઘાત (Suicide) પણ કરી લેતા હોય છે. કંઈક આવું જ ચંદીગઢ (Chandigarh)ના સેક્ટર-37 અને 38માં બન્યું છે. અહીં ચાર કલાકના અંતરમાં યુપીએસસી (UPSC)ની તૈયારી કરી રહેલા એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે. બંનેએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બંને પાસે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની અંતિમ તક હતી. જોકે, બંને સફળ થયા ન હતા. પોલીસને આશંકા છે કે આ વાતથી પરેશાન થઈને હરિયાણા (Haryana)ના સોનીપત નિવાસી અંકિત ચહલ (30) (Ankit Chahal) અને સેક્ટર-38 નિવાસી સિમરને (29) આપઘાત કરી લીધો છે.
બંને અલગ અલગ સેક્ટરમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવક-યુવતીની આત્મહત્યાના કેસનો પોલીસ ઉકેલવા માટે મથી રહી છે. પોલીસ એવું જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બંને ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. શુક્રવારે બપોરે દોઢ વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે સેક્ટર 37/સીના મકાન નંબર-2413માં એક યુવકે ગળેફાંસો ખાઈ લીધો છે. પોલીસ ઘર ખાતે પહોંચી તો યુવકે ચાદર વડે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતદેહ નીચે ઉતાર્યો હતો. ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
તપાસમાં માલુમ પડ્યું છે કે યુવકનું નામ અંકિત ચહલ છે. તે ચાર વર્ષથી આ મકાનમાં રહેતો હતો. યૂપીએસસીની પરીક્ષામાં અસફળ રહ્યા બાદ ત પરેશાન હતો. અંકિતના પિતરાઈ ભાઈએ કહ્યું કે, યૂપીએસસીમાં અસફળ રહ્યા બાદ તે માનસિક દબાણમાં હતો. અંકિત ત્રણ વખત યૂપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પરંતુ સફળ થયો ન હતો.
પોલીસ અંકિતના કેસની તપાસ કરી રહી હતી ત્યારે જ માહિતી મળી કે સેક્ટર 38/ડી મકાન નંબર-3842માં સિમરન (Simran) નામની યુવતીએ આપઘાત કરી લીધો છે. સિમરન પોતાના ઘરે માતા અને ભાઈ સાથે રહેતી હતી. સિમરન પર યૂપીએસસીની તૈયારી કરી રહી હતી. યૂપીએસસીની તૈયારી દરમિયાન તેણી પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી હતી પરંતુ સફળ રહી ન હતી. જે બાદમાં તેણી દિલ્હીમાં નોકરી કરવા ગઈ હતી. થોડા દિવસ પહેલા જ તેણી તણાવને પગલે પરત આવી ગઈ હતી. શુક્રવારે સાંજે ભાઈ અને માતા બજારમાં ગયા હતા ત્યારે તેણીએ દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સિમરનને હૉસ્પિટલ ખસેડી હતી. ડૉક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર