કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર

દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારથી સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આજે નૈના બટપોરા ગામમાં સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકવાદીઓની ઓળખ રિયાજ નાઇક અને લતીફ ડારના રૂપમાં થઇ છે.

  • News18
  • Last Updated :
  • Share this:
શ્રીનગર # દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારથી સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આજે નૈના બટપોરા ગામમાં સુરક્ષા એજન્સીઓ સાથેની અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકવાદીઓની ઓળખ રિયાજ નાઇક અને લતીફ ડારના રૂપમાં થઇ છે.

અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ જ્યાં છુપાયા હતા એ ઘરને ઉડાવી દેવાયું છે. બે આતંકીઓને ઠાર કરાયા છે તો ત્રીજા આતંકવાદીની લાશ ઘરના કાટમાળમાં દબાઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

બાતમીને આધારે મંગળવારે મોડી સાંજથી અહીં 55 રાયફલ્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની 182, 183મી બટાલિયન અને વિશેષ ઓપરેશન ટીમના જવાનોએ નૈના બટપોરામાં અબ્દુલ સલામવાનીના ઘરને ઘેરાવ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને હથિયાર મુકી દેવા પણ કહ્યું હતું, પરંતુ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારી શરૂ કરી દેતાં જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. જેમાં આતંકીઓને ઠાર કરાયા હતા.
First published: