ઝાડ સાથે લટકતી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ, ભાઈને ફોન કરીને કહ્યુ હતુ- હું દુનિયા છોડીને જઈ રહ્યો છું

મૃતક આરિફ

Youth commit suicide in Nuh: ઘરેથી ગુમ થયા બાદ યુવકનો મૃતદેહ લીમડાના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો. પરિવારનું કહેવું છે કે તેને દીકરાએ આપઘાત કર્યો છે.

  • Share this:
    મેવાત: હરિયાણામાં એક યુવકની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવકની ઉંમર 18 વર્ષ છે. પિનગવાં પોલીસ મથક વિસ્તારમાં બેર ફાર્મ પાસે યુકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. યુવકની મૃતદેહ એક ઝાડ સાથે લટકી રહ્યો હતો. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે 174ની કાર્યવાહી કરીને તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ 18 વર્ષીય આરિફ ઇસ્લામ તરીકે કરવામાં આવી છે. યુવકના મોતને આત્મહત્યા ગણાવવામાં આવી રહી છે. લટકતી હાલતમાં મૃતદેહ મળતા આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. આત્મહત્યા પહેલા મૃતક યુવકે તેના મોટાભાઈને ફોન કર્યો હતો અને તે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ યુવકે તેના ભાઈને માતાનું ધ્યાન રાખવાની વાત કરી હતી.

    પ્રાપ્ત વિગત પ્રમાણે મૃતક રવિવારે સવારે પોતાની માતાને પિનગવાં બજારમાં જવાની વાત કરી હતી. જે બાદમાં તે ઘરે પરત આવ્યો ન હતો. પરિવારજનો પ્રમાણે આરિફે પોતાના મોટાભાઈને ફોન કરીને કહ્યુ હતુ કે, હું દુનિયા છોડીને જઈ રહ્યો છું, હવે ઘરે પરત નહીં આવું. માતાનું ધ્યાન રાખજો. પરિવારના કહેવા પ્રમાણે આરિફે આપઘાત કર્યો છે.

    પોલીસે કહી આ વાત

    આત્મહત્યા પાછળ ઘરનો ઝઘડો હોવાનું કહેવામાં આવે છે. તપાસ અધિકારી એસઆઈ જયકિશને જણાવ્યું કે, પોલીસને જાણકારી મળી હતી કે સુરેશ નંબરદારના ખેતરમાં લીમડાના ઝાડ સાથે એક યુવકનો મૃતદેહ લટકી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

    ઝજ્જરમાં મહિલાની હત્યા

    બીજી તરફ હરિયાણાના જ ઝજ્જરમાં ગામ ગોરિયામાં ગત રાત્રે એક વૃદ્ધ મહિલાની ચપ્પુ મારીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કોણે કરી છે, તેમજ હત્યા પાછળ શું કારણ જવાબદાર છે તેનો ખુલાસો થયો નથી. જે સમયે વૃદ્ધાની હત્યા થઈ હતી ત્યારે ઘરમાં તેનો પતિ, પુત્ર અને પુત્રવધૂ ઘરમાં જ હાજર હતા.

    આ પણ વાંચો: માસિયાઈ ભાઈના પ્રેમમાં પાગલ મહિલા બની પતિની હત્યારી

    બિહારમાં હત્યા (Madhubani murder case)નો એક એવો બનાવ સામે આવ્યો છે જેના વિશે સાંભળીને સંબંધો પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં એક પત્નીએ તેના પતિની હત્યા કરાવી નાખી છે. ત્રણ સંતાનોની માતા એવી મહિલાએ તેના 18 વર્ષીય માસિયાઈ ભાઈના પ્રેમમાં પાગલ થઈને પતિની હત્યા (Woman killed husband with help of lover) કરાવી નાખી છે. આ ગુનામાં આરોપી મહિલાને તેની માતાએ એટલે કે મૃતકની સાસુએ પણ મદદ કરી હતી. આ કેસમાં પોલીસે કુલ છ લોકોની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. (સંપૂર્ણ અહેવાલ વાંચો...)
    Published by:Vinod Zankhaliya
    First published: