ઈજિપ્તમાં મસ્જિદ નજીક નમાઝ વખતે વિસ્ફોટ, 235નાં મોત 125 ઘાયલ

Margi | News18 Gujarati
Updated: November 25, 2017, 8:13 AM IST
ઈજિપ્તમાં મસ્જિદ નજીક નમાઝ વખતે વિસ્ફોટ, 235નાં મોત 125 ઘાયલ
ઈજિપ્તના અશાંત વિસ્તાર સિનોઈમાં એક મસ્જિદ નજીક જુમ્માની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 155 લોકોની મોત થઈ અને 120 લોકો ઘાયલ થઈ ગયા છે.

ઈજિપ્તના અશાંત વિસ્તાર સિનોઈમાં એક મસ્જિદ નજીક જુમ્માની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 155 લોકોની મોત થઈ અને 120 લોકો ઘાયલ થઈ ગયા છે.

  • Share this:

ઈજિપ્તના અશાંત વિસ્તાર સિનોઈમાં એક મસ્જિદ નજીક જુમ્માની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 155 લોકોના મોત અને 120 લોકો ઘાયલ થઈ ગયાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, પાછળથી આ મરનારાઓનો આંકડો 235 પહોંચી ગયો હતો, જ્યારે 125થી વધુ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.


2016_4largeimg02_Apr_2016_112732107


અલઆરિશમાં અલ રોવડા મસ્જિદ નજીક આ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો જે નમાઝ દરમિયાન ફાટ્યો હતો. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે લગભગ 50 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ઈજિપ્તના રાષ્ટ્રપતિ ફતહ અલ સીસી આ ઘટના પર ચર્ચા માટે ઈમરજન્સી બેઠક કરશે.98896895_3ca8f3b1-53b6-453b-b9e8-1489aa153b00


સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બાદ બંદૂકધારિયોએ શ્રદ્ધાળુંઓ અને ત્યાંથી ભાગી રહેલા લોકો પર ગોળીઓ પણ ચલાવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા ખાલિદ મેગાહેદે જણાવ્યું કે, આ હુમલામાં 75 લોકો ઘાયલ થઈ ગયા છે. હજુ સુધી કોઈપણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.


171124141817-03-egypt-mosque-attack-1124-exlarge-169-1

ઈજિપ્તના ઉત્તરી સિનાઈમાં જાન્યુઆરી 2011માં જ ઘણાબધા હિંસક હુમલા થઈ ગયા છે. જાન્યુઆરી, 2011માં થયેલ ક્રાંતિથી રાષ્ટ્રપતિ હુસ્ની મુબારકની સત્તા ચાલી ગઈ છે.


Extremist-attacks-in-the-northern-province-of-Egypt-85-deaths-80


ઉલ્લેખનિય છે કે, આ વર્ષ એપ્રિલ મહિનામાં ઈજિપ્તના રાષ્ટ્રપતિએ દેશમાં ત્રણ મહિના માટે ઈમરજન્સીની જાહેરાત કરી હતી અને સાથે જ વિશેષ સૈન્ય દળોને આદેશ આપ્યો હતો કે, દેશના મહત્વના પ્રતિષ્ઠાનોની સુરક્ષા કરે. રાષ્ટ્રપતિએ આ આદેશ ઈસ્લામિક સ્ટેટ સમૂહ દ્વારા ચર્ચમાં કરવામાં આવેલા બે શક્તિશાળી વિસ્ફોટ બાદ આપવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા.


la-1511526785-ctdj8d5dyr-snap-image


First published: November 24, 2017, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading