Home /News /crime /શરમજનક ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ, કાકાએ દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી
શરમજનક ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ, કાકાએ દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી
પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock
Rajasthan Crime News: પિતાએ જ પોતાની માસુમ બાળકી સાથે શારીરિક છેડછાડ કરી છે. ત્યારે તેનાથી બચવા માટે તેના કાકા પાસે ગઈ ત્યારે તેને પણ તે બાળકીનો બળાત્કાર કર્યો હતો.
દૌસાઃરાજસ્થાનના (Rajasthan news) દૌસા (Dausa crime news) જિલ્લામાં શર્મશાર કરી દે તેવી ઘટનાં સામે આવી છે. પંદર વર્ષની સગીર માસૂમ બાળકી (15 year old girl raped by father and uncle) સાથે તેના જ પિતા અને કાકાએ દુષ્કર્મ આચર્યું છે. સૌથી ભરોસાપાત્ર માની શકાય તેવા પિતાએ જ પોતાની માસુમ બાળકી સાથે શારીરિક છેડછાડ કરી (Molestation) છે. ત્યારે તેનાથી બચવા માટે તેના કાકા પાસે ગઈ ત્યારે તેને પણ તે બાળકીનો દુષ્કર્મ કર્યો હતો. તે ગર્ભવતી (pregnant) થતા તેને જબરદસ્તી ગોળી પીવડાવી તેનો ગર્ભપાત (abortion) કરી નાખવામાં આવ્યું હતું. આ મામલો 2017નો છે. ફરિયાદ નોંધાવ્યાના ત્રણ વર્ષ સુધી પુલીસ (police) દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ ઘટના બાદ પીડીતાએ ચાઈલ્ડ હેલ્પ કૅર સેંટરનો સંપર્ક કર્યો હતો. તેની મદદથી પુલીસ થાણામાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો ત્રણ વર્ષ સુધી જયપુર અને એક વર્ષ દૌસા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
એસપી રાજેન્દ્ર મીના જણાવ્યા અનુસાર 2017માં ચાઈલ્ડ હેલ્પ કૅર સેન્ટર જયપુર તત્કાલીન અધ્યક્ષ જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં પોસ્ટની મદદથી આરોપી પિતા અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ તેના પરિવારને પિતાના શારીરિક અડપલાં વિશે વાત કરી તો તેને દિલ્હી તેના કાકાને ત્યાં મોકલી દેવામાં આવી હતી.
" isDesktop="true" id="1123980" >
આરોપી કાકાએ પીડિતા સાથે એક મહિના સુધી દુષ્કર્મ કર્યા બાદ પીડિતા ગર્ભવતી થતાં જબરદસ્તી તેનો ગર્ભપાત પણ કરવામાં આવ્યો હતો. 2020માં આ કેસને બાંદીકુઈ બદલી કરવામાં આવ્યો છે. તેના જણાવ્યા મુજબ લોકડાઉનના (lockdown) કારણે તપાસ અટકી હતી. હાલમાં એસપી અનિલ બેનીવાલાના આદેશ પર આરોપી પિતા અને કાકાને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સંબંધોને લાંછન લગાડતા કિસ્સાઓ સમાજમાં છાસવારે બનતા રહે છે. હવશમાં આંધળા બનેલા પિતા સંબંધની મર્યાદા રાખ્યા વગર જ પોતાની માસૂમ પુત્રીઓ ઉપર દુષ્કર્મ આચરતા હોવાની અનેક ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી છે. ત્યારે રાજસ્થાનના દૌસામાં સામે આવેલી આ શરમજનક ઘટનાએ સમગ્ર વિસ્ચારમાં ચકચાર મચાવી લીધી છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર