છોકરી સાથે ફ્રેન્ડશિપ રાખવા બદલ 3 તરુણે 14 વર્ષના તરુણને પતાવી દીધો

News18 Gujarati
Updated: February 10, 2019, 11:40 AM IST
છોકરી સાથે ફ્રેન્ડશિપ રાખવા બદલ 3 તરુણે 14 વર્ષના તરુણને પતાવી દીધો
પ્રતિકાત્મક તસવીર

પૂછપરછ દરમિયાન ત્રણેય તરુણોએ પોલીસને જણાવ્યું હતું કે ચાર લોકોમાંથી એકની ગર્લફ્રેન્ડ પીડિત યુવકની મિત્ર બની ગઈ હતી.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં એક 14 વર્ષના તરુણની ત્રણ જેટલા તરુણો અને અન્ય એક યુવકે છરીના ઘા મારીને હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓમાંથી એકની ગર્લફેન્ડ સાથે મૃતક તરુણને મિત્રતા હોવાને કારણે ચારેય લોકોએ હત્યાકાંડનો અંજામ આપ્યો હતો. શનિવારે બનેલા આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલ તમામ કિશોરવયના છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે મૃતક કિશોર જ્યારે તેના ઘરની નજીક ઉભી હતો ત્યાર ચારેય લોકોએ તેને વાતચીત માટે બોલાવ્યો હતો. બાદમાં આ વાતચીતે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ચારેય લોકોએ કિશોરને છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા.

પીડિત કિશોરે બચાવો બચાવોની બૂમો પાડતા ચારેય લોકો ભાગી ગયા હતા. કિશોરની માતાએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ઈજાને કારણે કિશોરનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો : મુંબઈમાં 5 વર્ષની બાળકીને કરી કિડનેપ, દુષ્કર્મ બાદ હત્યા

પૂછપરછ દરમિયાન ત્રણેય તરુણોએ પોલીસને જણાવ્યું હતું કે ચાર લોકોમાંથી એકની ગર્લફ્રેન્ડ પીડિત યુવકની મિત્ર બની ગઈ હતી. થોડા અઠવાડિયા પહેલા પીડિત યુવકને આ કિશોરીથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પીડિત યુવકે કિશોરી સાથે મિત્રતા ચાલુ જ રાખી હતી.

આ વાતથી ગુસ્સે ભરાયેલા એક યુવકે પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે મિત્રતા રાખનાર કિશોરની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગુનામાં ત્રણ તરુણોની ધરપકડ કરવામાં આવી છે, જયારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.
First published: February 10, 2019
વધુ વાંચો
अगली ख़बर