રજા ન મળતા પરેશાન હતો કર્મચારી,108માં જવું પડ્યુ દવાખાને જાણો કારણ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 3:41 PM IST
રજા ન મળતા પરેશાન હતો કર્મચારી,108માં જવું પડ્યુ દવાખાને જાણો કારણ
સુરતઃસુરતના હજીરા લોકેશન પર 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં ઈએમટીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે 22 દિવસથી રજા ન આપવા સહિત ઉપરી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 3:41 PM IST

સુરતઃસુરતના હજીરા લોકેશન પર 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતાં ઈએમટીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે 22 દિવસથી રજા ન આપવા સહિત ઉપરી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

હજીરા લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં ઈએમટી તરીકે ફરજ બજાવતાં ગોપાલ બેલડીયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે જણાવ્યું હતું કે, 108ના કર્મચારીઓને માનસિક રીતે ઉપરથી હેરાન કરવામાં આવે છે. કર્મચારીઓએ અગાઉ આંદોલન પણ કર્યું હતું. પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ગમે ત્યારે પાયલોટ અને ઈએમટીના લોકેશન ચેન્જ કરી દેવામાં આવે છે.

અને સતત ટોર્ચરીંગ કરવામાં આવે છે. સાથે તેણે જણાવ્યું કે, છેલ્લા 22 દિવસથી તેને રજા પણ આપવામાં આવી નથી. જેથી કરીને તેણે આ પ્રયાસ કર્યો છે. બીજી તરફ 108ના કર્મચારીઓએ ન્યાય માટે માંગ બુલંદ કરી ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ફરી ચોંકાવનારા કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर