10 વર્ષની બાળકી પર સ્કૂલની અંદર પાશવી કૃત્ય, સ્વીપરની ધરપકડ

News18 Gujarati
Updated: February 10, 2019, 11:29 AM IST
10 વર્ષની બાળકી પર સ્કૂલની અંદર પાશવી કૃત્ય, સ્વીપરની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

5મી ફેબ્રુઆરીના રોજ બાળકી સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને એક જગ્યાએ બેસવાનું કહ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના શહદ્રા જિલ્લાની એક સરકારી સ્કૂલમાં 10 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. શનિવારે પોલીસે આરોપી સ્કૂલના જ એક સ્વીપરની ધરપકડ કરી છે.

પીડિત બાળકીની ફરિયાદ પ્રમાણે તેણી 5મી ફેબ્રુઆરીના રોજ સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને એક જગ્યાએ બેસવાનું કહ્યું હતું. બાદમાં સ્વીપર તેણીને અન્ય જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેને એક રૂમમાં બંધ કરીને તેના પર પાશવી બળાત્કાર ગુજરાતમાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે બળાત્કાર બાદ સ્વીપરે બાળકીને આ વાત કોઈને નહીં કરવાની તેમજ કોઈને કહેશે તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકી પણ આપી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીએ બાદમાં પોતાની સાથે બનેલી હેવાનિયત અંગે તેમના સંબંધીને જાણ કરી હતી, બાદમાં શનિવારે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સ્કૂલોમાં હાજરી બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો પરિપત્ર

શહદ્રાના ડેપ્યુટી પોલીસ કમિશ્નર મેઘના યાદવના જણાવ્યા પ્રમાણે આ મામલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સ-POSCO) અને અન્ય સંબંધીત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો 38 વર્ષીય યુવક છેલ્લા ત્રણ ચાર મહિનાથી સ્કૂલમાં સ્વીપર તરીકે કામ કરતો હતો. ડીસીપીના જણાવ્યા પ્રમાણે આરોપીના માતાપિતા બિહારમાં રહે છે, તેમજ તે શહદ્રામાં તેના સંબંધી સાથે રહે છે.
First published: February 10, 2019, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading