Home /News /crime /

નાલોઢા મંડળીના મંત્રી પાસેથી રૂ.12લાખની લૂંટમાં ચાર આરોપી ઝબ્બે

નાલોઢા મંડળીના મંત્રી પાસેથી રૂ.12લાખની લૂંટમાં ચાર આરોપી ઝબ્બે

પાલનપુરઃ બનાસકાંઠામાં ત્રણ સપ્તાહ પહેલા દિયોદરના જાલોઢા ગામના દૂધ મંડળી ના મંત્રી ઉપર 4થી વધુ લુંટારૂઓએ હુમલો કરી 12 લાખથી વધુની રકમ લુંટી ફરાર થઇ જવા પામ્યા હતા. જેના પગલે દિયોદર પોલીસ મથકે લુંટ ની ફરિયાદ નોધાવા પામી હતી. પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ગામના જ એક યુવકની અટકાયત કરતા સમગ્ર લુંટનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પાલનપુરઃ બનાસકાંઠામાં ત્રણ સપ્તાહ પહેલા દિયોદરના જાલોઢા  ગામના દૂધ
મંડળી ના મંત્રી ઉપર 4થી વધુ લુંટારૂઓએ  હુમલો કરી 12 લાખથી વધુની
રકમ લુંટી ફરાર થઇ જવા પામ્યા હતા. જેના પગલે દિયોદર પોલીસ મથકે લુંટ ની ફરિયાદ નોધાવા પામી હતી. પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ગામના જ એક યુવકની અટકાયત કરતા સમગ્ર  લુંટનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.

3 આરોપીઓએ નાણાકિય ભીડ દુર કરવા માટે દિયોદરના
જાલોઢાના યુવક  સાથે મળી રેકી કર્યા બાદ લુંટને અંજામ આપ્યો હતો. જો કે
લુંટના મુખ્ય આરોપી તરીકે  કાંકરેજ તાલુકાના ઊણ ગામના રાયમલ દેસાઈ
,ખારીયા ગામના હમીર રબારી  તેમજ નખત્રાણા તાલુકાના રામજી ભાઈ રબારી
દ્વારા લુંટને અંજામ આપવા દિયોદરના જાલોઢા ગામના જ પ્રવીણ સિહ વાઘેલા
ની મદદગારીથી લુંટ કરવામાં આવી હતી.

આ મુદ્દે સ્થાનિક યુવકની સંડોવણી હોવાનું ખુલતા વધુ  3 નામ ખુલવા પામ્યા હતા. જેમાં 2 કાંકરેજના તેમજ 1 આરોપી કચ્છના નખત્રાણાનો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે આજે પાલનપુર એલસીબી પોલીસ દ્વારા તમામની આખોલ ચાર રસ્તા પાસેથી નાકા બંધી કરી ઝડપી લેવાયા હતા.

જેમની પાસે થી 7 લાખથી વધુની રોકડ રકમ ઝડપાઈ હતી તેમજ લુંટના કામ
માં નંબર પ્લેટ વિનાની ઝાયલો ગાડી સહીત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
First published:

Tags: આરોપી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, ટેકનોલોજી, દેશ, યુવકો, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन