Home /News /crime-file /સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું, સાક્ષી સુરક્ષા ડ્રાફ્ટ કેમ તૈયાર નથી કરતાં

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું, સાક્ષી સુરક્ષા ડ્રાફ્ટ કેમ તૈયાર નથી કરતાં

સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે,દેશમાં સાક્ષીઓની સુરક્ષાને લઈને એક યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કેમ ના કરી શકાય? જ્યારે રાષ્ટ્રીય તપાસ એજન્સી કાનૂનમાં પહેલાથી જ આ વિશેની જોગવાઈઓ આપેલી છે.

સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે,દેશમાં સાક્ષીઓની સુરક્ષાને લઈને એક યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કેમ ના કરી શકાય? જ્યારે રાષ્ટ્રીય તપાસ એજન્સી કાનૂનમાં પહેલાથી જ આ વિશેની જોગવાઈઓ આપેલી છે.

સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે,દેશમાં સાક્ષીઓની સુરક્ષાને લઈને એક યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કેમ ના કરી શકાય? જ્યારે રાષ્ટ્રીય તપાસ એજન્સી કાનૂનમાં પહેલાથી જ આ વિશેની જોગવાઈઓ આપેલી છે. સુપ્રિમકોર્ટે કહ્યું કે, ગૃહમંત્રાલય ઓછામાં ઓછું સાક્ષી સુરક્ષા કાર્યક્રમનો ડ્રાફ્ટ તો તૈયાર કરાવી જ શકે છે. તે ઉપરાંત SCએ સુપ્રિમકોર્ટના એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને કહ્યું કે, આ મુદ્દા પર પોતાના સૂચનો આપે.

જસ્ટિસ એ.કે સીકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું, સાક્ષીની સુરક્ષા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં પહેલાથી કાયદાની સ્પષ્ટ જોગવાઈ આપવામાં આવી છે. બધા માટે આવું કેમ થઈ શકતું નથી? આસારામ પર ચાલી રહેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓની સુરક્ષાને લઈને કરવામાં આવેલ જનહિતની અરજીની સુનવણી વખતે આ મુદ્દો ઉઠ્યો હતો.

પીઠે કહ્યું, અમે સમજી શકીએ છીએ કે, લાખો કેસ છે. પરંતુ સંવેદનશીલ બાબતો માટે આવું કરી શકાય છે. ગૃહ મંત્રાલય કેમ સાક્ષીઓની સુરક્ષાને લઈને કાર્યક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું નથી? સુપ્રિમકોર્ટે બધા રાજ્યોને પણ પોતાના સાક્ષી સંરક્ષણ કાર્યક્રમ પર અમલ વિશે છ સપ્તાહની અંદર-અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બાબતે ન્યાયાલની મદદ માટે ન્યાયમૂર્તિએ નિયુક્ત કરેલા એડવોકેટ ગૌરવ અગ્રવાલે પીઠને જણાવ્યું કે, તેમને કેન્દ્ર અને બધા જ રાજ્યોનાં મુખ્ય સચિવો અને ગૃહ સચિવોને આ વિષય પર પત્ર લખ્યા છે. આ ખંડપીઠે રાજ્યો પાસેથી તેમની સાક્ષી સુરક્ષા કાર્યક્રમ અને તેને લઈને લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી માંગી છે.
First published:

Tags: Center government, Supreme Court

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन