યૂઝવેન્દ્ર ચહલે બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ખેલાડી

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 24, 2017, 12:31 AM IST
યૂઝવેન્દ્ર ચહલે બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ખેલાડી
આ ઉપરાંત સતત સારું પ્રદર્શન કરી રહેલા યુજવેન્દ્ર ચહલનું નામ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
શ્રીલંકાની ટીમ શુક્રવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20માં રનનો વરસાદમાં ભારતથી પાછળ રહી ગયેલી અને શરૂઆતના સંઘર્ષ બાદ 88 રનોથી મેચ હારી ગઈ. આ સાથે જ ભારતે ત્રણ ટી-20 મેચોની સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જે અંદાજમાં બેટિંગ કરી તેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેમણે ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી. આ સિવાય ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલે પણ શાનદાર બેટિંગ કરી હતી. રાહુલ તેના બીજા શતકથી 11 રનથી ચુકી ગયા હતા.

પરંતુ 261 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને રોકવા માટે જે બોલરે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી તે યુજર્વેન્દ્ર ચહલ હતો. મેચમાં ચાર વિકેટ ઝડપીને ચહલે એક મહત્વનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

ચહલ પહેલો ભારતીય અને 10મો ખેલાડી બની ગયો છે જેણે ટી-20માં 3 વખત ચાર વિકેટ લેનારો પહેલો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત ટી-20માં એક કેલેન્ડર વર્ષમાં 3 વખત ચાર વિકેટ લેનારો પહેલા ખેલાડી પણ બની ગયો છે.

આ પહેલા 5 ખેલાડીઓ એક વર્ષમાં 2 વખત 4 વિકેટ લઇ ચુક્યા છે. અજંતા મેન્ડિસે વર્ષ 2008, ઉમર ગુલે 2012-2013 અને મુદાસ્સર બુખારીને 2015-16માં સતત 4 વિકેટ ઝડપી હતી.
First published: December 24, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading