Home /News /cricket /

IND VS NZ: વરસાદના કારણે ન્યુઝીલેન્ડને થયો ફાયદો, આવી છે રણનીતિ

IND VS NZ: વરસાદના કારણે ન્યુઝીલેન્ડને થયો ફાયદો, આવી છે રણનીતિ

વરસાદના કારણે ન્યુઝીલેન્ડને થયો ફાયદો

વરસાદ બાદ પણ તેમની ટીમના સિલેક્શનમાં બહુ ફરક પડશે નહીં. જોકે ટીમમાં અન્ય પ્લાન પર પણ કામ કરી રહી છે. વધારાના દિવસના કારણે રમવા માટે પાંચ સંપૂર્ણ દિવસ મળશે. મને લાગે છે કે તે થોભો અને રાહ જોવાની બાબત છે. સંજોગો મુજબ અનુકૂળ થવું પડશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ વરસાદના (Rain) કારણે ભારત (India) અને ન્યૂઝીલેન્ડ (New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો (The final match of the World Test Championship) પ્રથમ દિવસ રદ થઇ ગયો છે. પ્રથમ દિવસે ટોસ પણ ઊછળી શક્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) પોતાના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. પરંતુ ન્યૂઝીલેન્ડની (New Zealand Team) ટીમ ટોસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન આજે ટોસ ઊછળી ગયો છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળે છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટન મેદાન પર રમાશે. જ્યાં પાંચેય દિવસ વરસાદ પડે તેવી શકયતા છે.

આવા સંજોગોમાં ઝડપી બોલરોને મદદ મળે તેવી ધારણા છે. ભારતીય ટીમમાં સ્પિનર તરીકે અશ્વિન અને જાડેજાને લેવાયા છે. આ ઉપરાંત ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ફાસ્ટ બોલર તરીકે લેવાયા છે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ હવે ચાર ઝડપી બોલર સાથે રમવા ઉતરે તેવી શકયતા છે. પીચ હજી પણ લીલી છે. વરસાદ વાદ સ્પિનર્સને વધુ મદદ મળે તેવી શકયતા ઓછી છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન આવી સ્થિતિમાં ચાર ઝડપી બોલર નીલ વેગનર, ટ્રેન્ટ બૌલ્ટ, કાયલ જેમ્સન અને ટિમ સાઉથી સાથે ઉતરશે.

સ્પિનર તરીકે વિલિયમસન જવાબદારી લેશે
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર માને છે કે, સાઉધમ્પ્ટનના હવામાનને જોતા ટીમ ઇન્ડિયાએ વધુ એક બેટ્સમેનને તક આપવી જોઈએ અને પ્લેઇંગ ઇલેવનમાં એક જ સ્પિનર ​​હોવો જોઈએ. જો કે, ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનું માનવું છે કે, પ્રથમ દિવસની રમત ધોવાઇ ગયા બાદ પણ પ્લેઇંગ ઇલેવન બદલાશે નહીં.

આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

હવે વરસાદએ ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસન માટે સરળ વાતાવરણ ઉભું કર્યું છે. ન્યુઝીલેન્ડ ટીમમાં સ્પિનર ​​એજાઝ પટેલની જગ્યાએ કોલિન ડી ગ્રાન્ડહોમનો સમાવેશ કરી શકે છે. ગ્રાન્ડહોમ બોલિંગ સાથે બેટિંગ કરી શકે છે. આ સાથે વિલિયમસન પોતે સ્પિન બોલિંગની કમાન્ડ સંભાળી શકે છે. ઇંગ્લેન્ડમાં વિલિયમસનનો સારો રેકોર્ડ છે અને તેણે 38ના સ્ટ્રાઈક રેટ સાથે નવ વિકેટ ઝડપી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

વરસાદથી ટીમની પસંદગીમાં કોઈ ફરક નહિ પડે: લૈથમ
ન્યુઝીલેન્ડના વાઇસ કૅપ્ટન ટોમ લેથમનું કહેવું છે કે, વરસાદ બાદ પણ તેમની ટીમના સિલેક્શનમાં બહુ ફરક પડશે નહીં. જોકે ટીમમાં અન્ય પ્લાન પર પણ કામ કરી રહી છે. વધારાના દિવસના કારણે રમવા માટે પાંચ સંપૂર્ણ દિવસ મળશે. મને લાગે છે કે તે થોભો અને રાહ જોવાની બાબત છે. સંજોગો મુજબ અનુકૂળ થવું પડશે.પ્લેઈંગ 11માં ફેરફાર શક્ય?
લાથમ વધુમાં કહ્યું હતું કે, અમે હજી સુધી પ્લેઈંગ ઇલેવનની પુષ્ટિ કરી નથી, વિકેટ જોવાનો સમયની રાહ જોવી પડશે. મને ખાતરી છે કે કેન (વિલિયમસન) અને કોચ ગેરી સ્ટેડની કેટલીક વ્યૂહરચના હશે. તે સમયે લાથમે કહ્યું હતું કે, બને ટિમો ટોસ પહેલા ફેરફાર કરી શકે છે. ભારતે પ્લેઈંગ ઇલેવન નક્કી કરી નાખી છે. જેમાં ટોસ પહેલા બદલાવ થઈ શકે છે.
First published:

Tags: Sports news, World test championship, ક્રિકેટ ન્યૂઝ, ન્યૂઝીલેન્ડ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन