Home /News /cricket /Womens Asia Cup: એશિયા કપમાં ટીમ ઈંડિયાની શાનદાર શરુઆત, શ્રીલંકા પાણીમાં બેસી ગયું

Womens Asia Cup: એશિયા કપમાં ટીમ ઈંડિયાની શાનદાર શરુઆત, શ્રીલંકા પાણીમાં બેસી ગયું

એશિયા કપમાં ભારતીય ટીમનો દબદબો

IND-W vs SL-W:ભારતીય મહિલા ટીમે પ્રથમ રમત બાદ 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાઈ ટીમ 18.2 ઓવરમાં ફક્ત 109 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

    India Women vs Sri Lanka Women: 2022 મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે જીત સાથે શરુઆત કરી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈંડિયાએ શ્રીલંકાને 41 રનથી હરાવી દીધી છે. સિલહટમાં રમાતી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પોતાની પ્રથમ મેચ રમ્યા બાદ 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાઈ ટીમ 18.2 ઓવરમાં ફક્ત 109 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

    ભારતીય ટીમ માટે પહેલા ઝેમિમા રોડ્રિગ્સે 76 રનની શાનદાર ઈનિંગ્સ રમી અને બાદમાં બોલિંગમાં દયાલન હેમલતા દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે કમાલ કરી હતી. હેમલતાએ ત્રણ વિકેટ લીધી હતી. તો વળી દીપ્તી અને પૂજાને બે-બે સફળતા મળી હતી.

    આ પણ વાંચો: 1 ઓક્ટોબરથી બદલાશે ક્રિકેટના આ નિયમો, T20 વર્લ્ડ કપમાં પણ લાગુ થશે

    શ્રીલંકન બેટ્સમેન ફ્લોપ


    ભારતને મળેલા 151 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાઈ ટીમની શરુઆત સારી નહોતી રહી. કેપ્ટન અટ્ટાપટ્ટૂ ફક્ત 05 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ખોઈ હતી. ભારતની ઘાતક બોલિંગ આગળ શ્રીલંકાના ફક્ત 3 બેટ્સમેન જ ડબલ આંકડાને ટચ કરી શક્યા છે. હસિની પરેરાએ સૌથી વધારે 30 રન બનાવ્યા હતા, તો વળી હર્ષિતા માધવીએ 26 અને રાનાસિંગે 11 રન બનાવ્યા હતા.

    ભારત માટે ઝેમિમા રોડ્રિગ્સે ફિફ્ટી ફટકારી


    ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈંડિયાની શરુઆત સારી રહી નહોતી. ઓપનર શેફાલી વર્મા 10 અને સ્મૃતિ મંધાના 06 રન બનાવીને આઉટ થઈ હતી. 23ના કુલ સ્કોર પર ભારતના બંને બેટ્સમેન પવેલિયન પાછા ફરી ચુક્યા હતા. ત્યાર બાગ ઝેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 92 રનની ભાગીદારી કરી ટીમને સંકટમાંથી ઉગારી હતી. ઝેમિમાએ 76 અને હરમનપ્રિતે 33 રની ભાગીદારી ઈનિગ્સ રમી હતી. તો વળી અંતમાં ઋચા ઘોષે છગ્ગો લગાવીને ભારતનો સ્કોર 150 રન સુધી પહોંચાડી દીધો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Indian Cricket, Sports news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन