Home /News /cricket /

Ind vs ENG: જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ સાથે આ ખેલાડીની કારકિર્દી થઇ શકે છે ખતમ, રોહિત શર્મા હવે ક્યારેય નહીં આપે ટીમમાં?

Ind vs ENG: જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ સાથે આ ખેલાડીની કારકિર્દી થઇ શકે છે ખતમ, રોહિત શર્મા હવે ક્યારેય નહીં આપે ટીમમાં?

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં એક ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું

અજિંક્ય રહાણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રમી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને પાંચમા નંબરે ઉતરેલા શ્રેયસ અય્યરે બેટથી ખરાબ રીતે નિરાશ કર્યા હતા.

દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં  (Ind vs ENG) એક ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડી ટીમ ઈન્ડિયા (team india) માટે સૌથી મોટો બોજ બની ગયો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં આ ખેલાડી હારનું સૌથી મોટું કારણ બન્યો હતો.

રોહિત શર્મા (rohit sharma) કોરોના પોઝિટિવ આવ્યા બાદ જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah)  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની કેપ્ટનશીપ કરી હતી. તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ શરૂઆતના ત્રણ દિવસ મેચ પર પોતાની પકડ મજબૂત કરી હતી, પરંતુ ત્યાર બાદ ઈંગ્લેન્ડે તોફાની વાપસી કરીને મેચ છીનવી લીધી હતી. ઈંગ્લેન્ડ સામે એક ખેલાડીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં આ ખેલાડીની કારકિર્દી પર બ્રેક લાગશે તેમ જણાઈ રહ્યું છે.

આ ખેલાડીએ કર્યું ખરાબ પ્રદર્શન

અજિંક્ય રહાણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રમી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને પાંચમા નંબરે ઉતરેલા શ્રેયસ અય્યરે (shreyas iyer) બેટથી ખરાબ રીતે નિરાશ કર્યા હતા. અય્યર બંને ઇનિંગ્સમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. શ્રેયસ અય્યર તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. તેના બેટથી રન આવતા બંધ થઈ ગયા હતા.

આ પણ વાંચો: IND vs PAK Asia Cup 2022: ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, જાણો ક્યાં અને ક્યારે છે તેમની વચ્ચે ક્રિકેટ મેચ

રોહિત કદાચ તક નહીં આપે

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવા માટે આગામી 6 ટેસ્ટ મેચ જીતવી પડશે. આ માટે કેપ્ટન રોહિત શર્મા કોઈ કસર છોડવાનું પસંદ કરશે નહીં. આ કારણે તે શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયામાં ફરી તક આપી શકે તેમ નથી. શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ દાવમાં 15 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે તે બીજી ઈનિંગમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી

શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પછીની મેચોમાં તે લય જાળવી શક્યો નહોતો. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો બની ગયો છે. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ કેએસ ભરત અથવા સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે.

કેએસ ભરતે પોતાની તાકાત બતાવી છે

કેએસ ભરતે આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી સારી રમત દેખાડી છે. તે ખૂબ જ સારો ફિલ્ડર પણ છે. તેની પાસે વિકેટ પર ટકી રહેવાની અદભૂત કળા છે. તે રેડ બોલ ક્રિકેટમાં તોફાની રમત બતાવી શકે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Jasprit bumrah, Sports news, Team india

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन