Home /News /cricket /

Ind vs WI: ટેસ્ટ શ્રેણીની આજે પ્રથમ મેચ, સ્પિનર્સ પર રહેશે નજર

Ind vs WI: ટેસ્ટ શ્રેણીની આજે પ્રથમ મેચ, સ્પિનર્સ પર રહેશે નજર

#વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા આ સીરીઝની આજે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. કુલ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં આજે સ્પિનર્સ પર મદાર રહેશે તો સૌની નજર અનિલ કુંબલે પર રહેશે કે જેઓ તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના કોચ બન્યા છે.

#વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા આ સીરીઝની આજે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. કુલ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં આજે સ્પિનર્સ પર મદાર રહેશે તો સૌની નજર અનિલ કુંબલે પર રહેશે કે જેઓ તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના કોચ બન્યા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા આ સીરીઝની આજે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. કુલ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં આજે સ્પિનર્સ પર મદાર રહેશે તો સૌની નજર અનિલ કુંબલે પર રહેશે કે જેઓ તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના કોચ બન્યા છે.

ભારતની સરખામણીએ વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે યુવા છે. ટીમના કેપ્ટન જૈસન હોલ્ડરના નેતૃત્વમાં મેદાન પર ઉતરવા જઇ રહેલી આ ટીમને લઇને ઘણી ક્રિકેટ પ્રેમીઓને ઘણી આશાઓ છે તો સામે પ્રેશર પણ એવું જ છે. કારણ કે છેલ્લા 14 વર્ષોમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટેસ્ટ મેચ જીતી નથી શકી.

2002માં કિંગસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 155 રનથી હરાવ્યું હતું એ બાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમને ભારત સામે જીત નસીબ નથી થઇ.

આ 14 વર્ષોમાં બંને ટીમો વચ્ચે 15 ટેસ્ટ મેચ થઇ છે જેમાં 8 મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે જ્યારે 7 ડ્રો થઇ છે.

ભારતને છોડીને વેસ્ટ ઇન્ડિઝનું અન્ય દેશોની ટીમો સામે પ્રદર્શન ઠીક રહ્યું છે. પરંતુ ખાસ કરીને છેવટે શ્રેણીમાં હારનો જ સામનો કરવો પડ્યો છે.

તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ સતત ત્રીજી ટેસ્ટ શ્રેણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે. આ અગાઉ ભારતમાં રમાયેલ શ્રીલંકા સામેની સીરીઝમાં 2-1થી અને દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું.

સંભવિત ટીમ:

ભારત: વિરોટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, રિધ્ધિમાન સાહા, આર અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, સ્ટુઅર્ટ બિન્ની

વેસ્ટ ઇન્ડિઝ: જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ (વાઇસ કેપ્ટન), દેવેન્દ્ર બિશૂ, જરમૈન બ્લેકવુડ, કાર્લાસ બ્રેથવેટ, ડારેન બ્રાવો, રાજેન્દ્ર ચંદ્રિકા, રોસ્ટન ચેસ, શેન ડોરિક, શેનન ગાબ્રિએલ, લિયોન જોનસન અને માર્લન સૈમ્યુઅલ્સ
First published:

Tags: અનિલ કુંબલે, ક્રિકેટ ટેસ્ટ મેચ, ભારત, ભારત-વેસ્ટ ઇન્ડિઝ, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन