Home /News /cricket /

વાયરલ વીડિયો : જ્યારે અનુષ્કાની સૂટકેસ ઉઠાવીને હોટલ લઈ ગયો વિરાટ

વાયરલ વીડિયો : જ્યારે અનુષ્કાની સૂટકેસ ઉઠાવીને હોટલ લઈ ગયો વિરાટ

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થયેલ ભારતીય ક્રિકેટ ટીમ કેપટાઉન પહોંચી ચૂકી છે. આ દરમિયાન વિરાટ અને અનુષ્કા ઉપરાંત ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડી પોતાના પરિવાર સાથે નજરે પડ્યા હતા.

મુંબઈથી લઈને કેપટાઉન સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફોટોગ્રાફર્સ વચ્ચે આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા. કેપટાઉન પહોંચતાની સાથે જ બંનેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં વિરાટ અનુષ્કાનો સામાન ઉઠાવીને હોટલ જતાં નજરે પડ્યા હતા. બીસીસીઆઈ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો હતો.

સાઉથ આફ્રિકાની પ્રવાસે પહોંચેલી ટીમ ઈન્ડિયા અહી ત્રણ ટેસ્ટ, છ વનડે અને ત્રણ ટી-20 વન-ડે રમશે. ભારતમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચ 5 જાન્યુઆરી શરૂ થશે. આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર પણ આવી રહ્યાં છે. ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર શિખર ધવને ઘૂંટણમાં ઈજા થઈ છે. ટીમની રવાનગી પહેલા ધવન પગે મોટો પટ્ટો બાંધેલો જોવા મળ્યો હતો. જોકે, શિખર રમશે કે નહી તેની કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.


First published:

Tags: Aanushaka Sharma, India Vs SA, South africa, Team india, Viran Kohali, ભારતીય ક્રિકેટ ટીમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन