વિરાટ કોહલીએ અનુષ્કા સામે કરી ગજબની એક્ટિંગ, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: April 25, 2019, 3:07 PM IST
વિરાટ કોહલીએ અનુષ્કા સામે કરી ગજબની એક્ટિંગ, જુઓ વીડિયો
બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનો આજે 31 મો જન્મ દિવસ છે. ત્યારે એક બાજુ જ્યાં પત્નીનો બર્થ ડે છે ત્યાં જ બીજી બાજુ વિરાટ આઇપીએલની મેચના કારણે વ્યસ્ત છે. તેમ છતાં વિરાટે પત્ની અનુષ્કાના જન્મ દિવસ માટેથી ખાસ તૈયારીઓ કરી છે. સોર્સિસનું માનીએ તો અનુષ્કા શર્માના આ જન્મ દિવસને વધુ યાદગાર બનાવવા માટે વિરાટ કોહલીએ ખાસ તૈયારીઓ કરી છે. અને બંને અનુષ્કાનો 31મો જન્મ દિવસ બેંગ્લોરમાં જ ઉજવશે. જ્યાં હાલ વિરાટ કોહલી આઇપીએલની ક્રિકેટ મેચ રમી રહ્યો છે.

રોયલ ચેલન્જર્સ બેંગ્લોરે આગામી મેચ દિલ્હી વિરુદ્ધ 28મી એપ્રિલના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમવાની છે.

  • Share this:
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સંઘર્ષ કરી રહી છે, પરંતુ સતત ત્રણ જીત અને કુલ ચાર જીત બાદ ખેલાડીઓના ચહેરા પર ખુશી નજરે પડી રહી છે. હવે આરસીબી જો બાકીને ત્રણેય મેચ જીતી લે છે તો તે પ્લે ઓફ માટે દાવો કરી શકે છે.

ચાર જીત પછી એક તરફ ટીમના ખેલાડીઓ ખુશ છે તો બીજી તરફ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મસ્તીને મૂડમાં જોવા મળી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે બંને પંજાબ વિરુદ્ધ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનાર મેચ પહેલા બેંગલુરુના એક મોલમાં સાથે ફરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન બંનેએ એક ગેમ પણ રમી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ અને અનુષ્કાની જોડી મોલમાં વર્ચ્યુઅલ રિયાલિટી શૂટિંગ ગેમ રમતી નજરે પડી હતી. વીડિયોમાં અનુષ્કા શર્મા પોતાના હાથમાં બંદૂક પકડીને વિરાટ તરફ તાકે છે, જ્યારે વિરાટ મરવાની એક્ટિંગ કરી રહ્યો છે. વીડિયોના અંતે તે હસતો નજરે પડી રહ્યો છે.
દિલ્હી પહોંચી જોડી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પોતાની આગામી મેચ 28મી એપ્રિલના રોજ દિલ્હીમાં યોજાશે. આ માટે આ જોડી દિલ્હી પહોંચી છે. અનુષ્કા શર્માએ ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને એરપોર્ટ પર નજરે પડી રહ્યા છે.
First published: April 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading