Vijay Hazare Trophy: 24માં બોલમાં ખાતુ ખોલનાર માધવ કૌશિકે બનાવ્યા 158 રન, અન્ય બીજા 5 રેકોર્ડ કર્યા પોતાના નામે

Vijay Hazare Trophy: 24માં બોલમાં ખાતુ ખોલનાર માધવ કૌશિકે બનાવ્યા 158 રન, અન્ય બીજા 5 રેકોર્ડ  કર્યા પોતાના નામે
પ્રતિકાત્મક તસવીર

યુ.પીના યુવા બેસ્ટમેન માધવ કૌશિકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં શાનદાર બેટીંગ કરી હતી. મુંબઈ સામેની મેચમાં તેણે 158 રન બનાવ્યા હતા આ તેના ક્રિકેટ કરિયરની પ્રથમ સદી છે.

  • Share this:
    નવી દિલ્લી: વિજય હજારે ટ્રોફી(Vijay Hazare Trophy)માં ફાઇનલમાં મુંબઇ અને યુ.પી વચ્ચે ચાલી રહેલી મેચમાં યુ.પીના ઓપનિંગ બેસ્ટમેન માધવ કૌશિક (Madhav Kaushik)એ સદી ફટકારી હતી. આ બેસ્ટમેને સદી ફટકારવાની સાથે 5 અન્ય રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. યુ.પીએ પહેલા બેટીંગ કરતા 4 વિકેટના નુકશાને 312 રન કર્યા હતા. માધવ કૌશિક ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ફાઇનલમાં 150 રન કરનારો પહેલો બે્સ્ટમેન બની ગયો છે.

    મેચમાં ટોસ જીતીની પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય યુ.પીની ટીમે કર્યો હતો. ટીમની શરૂઆત એકદમ ધીમી ગતીએ થઇ હતી. 23 બોલ બાદ પ્રથમ રન કરનાર માધવ તેની ઈનિંગનું ખાતુ ખોલ્યું હતું. 10 ઓવર બાદ ટીમનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 28 રનનો હતો.



    ત્યાર બાદ માધવ અને તેના સાથી બેસ્ટમેન સમર્થ સિંહે ફાસ્ટ રમવાનું શરૂ કર્યું અઅને પહેલી વિકેટ માટે 122 રનની પાર્ટનરશીપ કરી હતી. આ પહેલા માધવના કરિયરની વાત કરીએ તો તેને 5 મેચમાં 85 રન બનાવ્યા હતા. 34 રન તેના કરિયરનો ઉચ્ચત્તર સ્કોર રહ્યો હતો. મતલબ કે તે ફાઇનલ પહેલા 50 રનનો સ્કોર પાર કરવામાં પણ અસફળ રહ્યો હતો. અને તેને માત્ર 157 બોલનો સામનો કર્યો હતો. જયારે ફાઇનલમાં માધવે 156 બોલ રમ્યો હતો.

    આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડલી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

    આ પણ વાંચોઃ-કારમી હાર બાદ રવિવારે T-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટીમ ઉપર પડી શકે છે ભારે?

    એટલે કે તેના કરિયરની જેટલા બોલ રમ્યો તેના જેટલા જ બોલ તેણે ફાઇનલ મેચ રમી લીધા હતા. આ તેની કરિયરની પ્રથમ સદી છે. તેણે 15 ફોર અને 4 સિક્સ મારી હતી. હાલમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં માધ ત્રીજી મેચ રમી રહ્યો છે. આ પહેલા તેણે ગુજરાત સામે સેમી ફાઇનલમાં 15 રન અને દિલ્લી સામેની મેચમાં 16 રન કરવામાં સફળ રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

    આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

    23 વર્ષની ઉંમરમા માધવે 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં 29ની એવરેજથી 350 રન કર્યા છે. જેમાં એક ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 3 ટી-20માં 56 રન કરવામાં સફળ રહ્યો હતો. 16 વર્ષ બાદ યુ.પીની ટીમ વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. જેમાં માધવે પાંચ રેકોર્ડ આ મુજબ છે.



    1. તે ફાઇનલનો ટોપ સ્કોરર રહ્યો
    2. ઈનિંગની પ્રથમ અને છેલ્લી બોલ રમ્યો
    3. ટીમ ટોટલના અડધા કરતા વધુ રન બનાવ્યા
    4. 20 બોલ સુધી ખાતુ ન ખુલ્યું છતા 150 કર્યા
    5. ફાઇનલમાં જેટલા રન કર્યા તેટલા કરિયરમાં ક્યારેય નથી બનાવ્યા
    Published by:ankit patel
    First published:March 14, 2021, 18:30 pm

    ટૉપ ન્યૂઝ