Home /News /cricket /VIDEO: બોલ વાગતા તડફડિયા મારતો રહ્યો બેટ્સમેન પરંતુ...

VIDEO: બોલ વાગતા તડફડિયા મારતો રહ્યો બેટ્સમેન પરંતુ...

સાત વખતની ચેમ્પિયન દિલ્હીને હરાવીને દિલ્હી રણજી ટ્રોફી 2017-18ને પોતાના નામે કરી લીધી હતી. વિદર્ભની જીત સાથે રણજી સિઝનનો પણ અંત થયો હતો. વિદર્ભના બેટ્સમેન વસીમ જાધર અને બોલર રજનીશ ગુર્બાની જીતના હિરો રહ્યાં હતા.

રણજીની આ ફાઈનલ મેચમાં વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેન્ટલમેન ગેમ પર એકવાર ફરીથી પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. અસલમાં, ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલ આ વીડિયોમાં વિદર્ભની ટીમ બેટિંગ કરી રહી હતી. તે દરમિયાન દિલ્હીની બોલરની બોલ બેટ્સમેનને લાગી જાય છે. બોલ વાગતાથી બેટ્સમેન જમીન પર પડી જાય છે, દુખાવાના કારણે ખેલાડી જમીન પર કણસી રહ્યો હોય છે પરંતુ તે દરમિયાન મદદ કરવી તો એકબાજુ રહ્યું દિલ્હીનો એકપણ ખેલાડી તેની પાસે પણ જતો નથી. બોલર સાથે-સાથે ખેલાડીઓ પણ પોતાની જગ્યાએ પાછા જતા રહે છે. તે ઉપરાંત વિકેટકિપર પણ ખેલાડી પાસે આવતો નથી.

ઈજાગ્રસ્ત ખેલાડી માટે નોન સ્ટાઈક પર ઉભેલા વિદર્ભના ખેલાડીએ જ ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કરીને મદદ માંગી હતી. પરંતુ દુ:ખદ વાત તે છે કે, વિદર્ભનો ખેલાડી દર્દથી તડપી રહ્યો હતો અને દિલ્હીના ખેલાડીઓએ તેની મદદ ના કરી. તે સમયે એમ્પાયરને પણ મદદ કરવાની જરૂરત સમજી નહતી.

તમને જણાવી દઈએ કે, વિદર્ભ ખેલાડી વસીમ જાફરને વિનિંગ શોર્ટ લગાવીને ટીમને જીત અપાવી હતી. જ્યારે બોલર રજનીશ ગુરબાની મેન ઓફ ધ મેચ બન્યો હતો. ગુરબાનીએ શાનદાર બેટિંગ કરતાં 151 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. વિદર્ભ રણજી ટ્રોફી જીતનાર 18મી ટીમ બની હતી.



Sportsmanship ?!


A post shared by mahi7781 (@bleed.dhonism) on




First published:

Tags: Ranji trophy, Sports news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन