ICC વર્લ્ડ કપની 12મી મેચમાં ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ આમને સામને છે, ટોસ જીતીને બાંગ્લાદેશે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે, જ્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડના ઓપનરે મજબૂત શરૂઆત અપાવી હતી, જેમાં ઓપનર રોયે સદી ફટકારી છે, જ્યારે બ્રેસ્ટો 51 રન બનાવી આઉટ થઇ ગયો,
ઇંગ્લેન્ડે 40 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 275 રન કર્યા છે. ઓઇન મોર્ગન 14 રને અને જોસ બટલર 30 રને રમી રહ્યા છે. જેસન રોય મેહદી હસનની બોલિંગમાં શોર્ટ એક્સ્ટ્રા કવર પર મશરફે મોર્તઝા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 121 બોલમાં 14 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 153 રન કર્યા હતા.
387 રનનો પીછો કરતા બાંગ્લાદેશે 48 ઓવરમાં ઓલઆઉટ થઇ ગયું હતું, જેથી ઇંગ્લેન્ડે 106 રને વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ શાકિબ અલ હસને રન ફટકાર્યા હતા, શાકિબે વનડેમાં 8મી અને વર્લ્ડકપમાં પહેલી સદી ફટકારી છે. તેની પહેલા માત્ર નોન-સ્ટ્રાઈકર મહમદુલ્લાહએ બાંગ્લાદેશ માટે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી.
ઇંગ્લેન્ડે બાંગ્લાદેશ સામે કાર્ડિફના સોફિયા ગાર્ડન ખાતે વર્લ્ડકપની 12મી મેચમાં 50 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 386 રન કર્યા છે. બાંગ્લાદેશને જીત માટે હવે 50 ઓવરમાં 387 રન કરવાના હતા.
વર્લ્ડકપની 12મી મેચમાં કાર્ડિફના સોફિયા ગાર્ડન ખાતે બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મોર્તઝાએ ટોસ જીતીને લીધી છે. બાંગ્લાદેશે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં મોઇન અલીની જગ્યાએ લિયમ પ્લન્કેટને રમાડ્યો છે.