Home /News /cricket /વર્લ્ડ કપમાં અમ્પાયરે કરી સૌથી મોટી ભૂલ, ગેઇલે ગુમાવવી પડી વિકેટ!

વર્લ્ડ કપમાં અમ્પાયરે કરી સૌથી મોટી ભૂલ, ગેઇલે ગુમાવવી પડી વિકેટ!

ICC Cricket World Cup 2019ની 10મી મેચમાં ન્યૂઝીલેન્ડના અમ્પાયર ક્રિસ ગેફને એવી ભૂલ કરી કે દુનિયાભરના ફેન્સ તેના પર ફિક્સિંગનો આરોપ લગાવી રહ્યાં છે. વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ દરમિયાન પાંચમી ઓવરમાં ક્રિસ ગેલને બોલ્ડ થયો. જો કે આ નો બોલ હતો, પરંતુ અમ્પાયરનું ધ્યાન ન પડ્યું અને ગેઇલને આઉટ આપી દીધો.

જો આ નો બોલ ધ્યાને આવી ગયો હોત તો ક્રિસ ગેઇલ આઉટ ન થયો હોત, તથા વેસ્ટ ઇન્ડિઝને એક ફ્રી હિટ મળી હોત, અમ્પાયરની આ ભુલને કારણે વેસ્ટ ઇન્ડિઝની એક વિકેટ પડી અને ક્રિસ ગેઇલ સસ્તામાં આઉટ થઇ ગયો.

અમ્પાયરની આ ભુલ જોયા બાદ કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ ભુલ માફીને લાયક નથી, ગાવસ્કરે સલાહ આપી કે થર્ડ અમ્પાયરે દરેક બોલ ચેક કરવી જોઇએ, આવું કરવાથી મેદાનમાં ઉભેલા અમ્પાયર પર બોજ ઓછો રહેશે અને તે એલબીડબલ્યુ, વાઇડ અને કેચ આઉટ જેવા નિર્ણય પર ધ્યાન આપી શકશે.ક્રિસ ગેફને નો બોલ મિસ કર્યા પહેલા પણ બે ખોટા નિર્ણયો આપ્યા, મિચેલ સ્ટાર્કની બીજી ઓવરમાં તેઓએ ગેઇલને કેચ આઉટ આપી દીધો પરંતુ રીપ્લાયમાં દેખાયું કે બોલ તેના બેટ પર લાગ્યો નથી, ગેઇલે આ નિર્ણયનો રિવ્યુ કર્યો અને તે નોટ આઉટ થયો, તેની બે બોલ બાદ ફરી એકવાર અમ્પાયર ગેફને ગેઇલને LBW આઉટ આપ્યો, જેને તેઓએ ફરી રિવ્યુ લીધો અને ફરી ગેફનનો નિર્ણય ખોટો સાબિત થયો. જો કે તેની પછીની ઓવરમાં ગેઇલ અમ્પાયરની ભૂલને કારણે આઉટ થયો.
First published:

Tags: Chris gayle, ICC Cricket World Cup 2019