Home /News /cricket /

ટીમ ઈન્ડિયાનો દ. આફ્રિકામાં રેકોર્ડ જોઈને 'વિરાટ બ્રિગેડ' માટે તમે પણ માંગશો દુવા

ટીમ ઈન્ડિયાનો દ. આફ્રિકામાં રેકોર્ડ જોઈને 'વિરાટ બ્રિગેડ' માટે તમે પણ માંગશો દુવા

ટીમ ઈન્ડિયાએ પાછલા બે વર્ષમાં પોતાના ધમાકેદાર પ્રદર્શન કરીને ટેસ્ટમાં નંબર વનનો સ્થાન મેળવી લીધો હતો. જોકે, સાઉથ આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોતા ખેલાડીઓનું આત્મવિશ્વાસ ડગી શકે છે. આફ્રિકાને તેના ઘરમાં જઈને માત આપવી ટીમ ઈન્ડિયા માટે લોઢાના ચણા ચાવવા સમાન બની શકે છે. ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ મેચનાં આંકડાઓ જોતા ટીમ ઈન્ડિયા માટે દુવા માંગવાની ઈચ્છા થઈ જાય છે.

ટીમ ઈન્ડિયાએ માત્ર 2 મેચોમાં મેળવી જીત

ભારતે સાઉથ આફ્રિકા સામે તેની ધરતી પર છ ટેસ્ટ સિરીઝ રમી છે. આ સિરીઝ દરમિયાન બંને ટીમો વચ્ચે કુલ 17 ટેસ્ટ મેચ રમાઈ છે. તે પૈકી યજમાન આફ્રિકાએ આઠ મેચ જીતી છે, જ્યારે મહેમાન ટીમ ઈન્ડિયા માત્ર બે જીત મેળવવામાં સફળ રહી છે. તે ઉપરાંત ટીમ ઈન્ડિયા સાત મેચ ડ્રો કરવામાં સફળ રહી છે. બંને ટીમોનો ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો બંને 33 વખત એકબીજા સાથે ટકરાઈ ચૂકી છે. જેમાં ભારતે 10 અને સાઉથ આફ્રિકાએ 13 મેચોમાં જીત મેળવી છે. જ્યારે 10 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતને અત્યાર સુધીમાં આફ્રિકા સામે બે મેચોમાં જીત મેળવી છે, તે જીતનો શ્રેય બોલરનો આપીએ તો પણ ખોટું રહેશે નહી. આમ ભારતે આફ્રિકામાં જીત મેળવવા માટે બોલરોએ શાનદાર દેખાવ કરવો પડશે.

બેટ્સમેનો સાથે બોલરોએ કરવો પડશે શાનદાર દેખાવ

ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં પોતાની પ્રથમ જીત ડિસેમ્બર 2006માં મેળવી હતી. આ મેચ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતાં 249 રન બનાવી આઉટ થઈ હતી. ગાંગુલીએ સર્વાધિક 51 રન બનાવ્યા હતા. એસ. શ્રીસંતે તે મેચમાં પલટવાર કરતાં આફ્રિકાની ટીમ માત્ર 84 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીસંતે તે મેચમાં 40 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે બીજી ઇનિંગમાં 236 રન બનાવી આફ્રિકાને જીત માટે 402 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે આફ્રિકન ટીમ 278 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝહીર અને શ્રીસંતે બીજી ઇનિંગમાં 3-3 વિકેટ ઝડપી હતી.

બોલરોના મદદથી મેળવી જીત

બીજી જીત ભારતને 2010માં મળી હતી. ડરબનમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 205 રન બનાવ્યા હતા. સ્ટેને 50 રન આપી છ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ઝહીર ખાન અને હરભજનસિંહે શાનદાર બોલિંગ નાખતાં સાઉથ આફ્રિકાની ટીમ 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઇનિંગમાં 228 રન બનાવ્યા હતા. પ્રથમ દાવની લીડ ઉમેરાતાં આફ્રિકાને જીત માટે 303 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ સમગ્ર ટીમ 215 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત તરફતી ઝહીર અને શ્રીસંતે 3-3 જ્યારે હરભજને બે વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચ 87 રને જીતી હતી.

વિરાટ બ્રિગેડ ઈતિહાસ રચશે?

વિરાટ બ્રિગેડ પાસે હિમાલયની ઉંચામાં ઉંચી ચોટી પર ચડવા જેવો મોટો પડકાર છે, જોકે આવા પડકાર પાર કરનાર જ ઈતિહાસ રચે છે. તેવામાં ટીમ ઈન્ડિયા પાસે એક રેકોર્ડ બનાવવાની તક છે. કારણ કે ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર છ ટેસ્ટ મેચની સિરીઝ રમી છે પરંતુ એકેય વખત સિરીઝ જીતવામાં સફળતા મળી નથી. 1992માં આફ્રિકાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી જીતી હતી. ભારત 1996/97માં ફરી આફ્રિકાના પ્રવાસે ગઈ હતી જેમાં આફ્રિકાએ ત્રણ મેચની સિરીઝમાં 2-0થી જીતી લીધી હતી. 2001/02માં આફ્રિકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમને બે ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી હાર મળી હતી. ભારતીય ટીમ ચોથી વખત 2006/07માં આફ્રિકા પહોંચી હતી જેમાં ત્રણ મેચની સિરીઝ 2-1થી ગુમાવી હતી. 2013/14માં ભારતને બે મેચની સિરીઝમાં 1-0થી પરાજયનો સામનો કરવો પડયો હતો. આમ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતનું ખાતું ખોલ્યું નથી, એવામાં અત્યાર સુધીમાં કોઈ જ ટીમ કરી શકી નથી તે વિરાટ બ્રિગેડ પાસે કરવાની તક છે. આમ સિરીઝ જીતીને એક નવો ઈતિહાસ લખવાની તક વિરાટ બ્રિગેડને મળી રહી છે.

2011માં ધોનીએ ડ્રો કરાવી હતી સિરીઝ

ભારતીય ટીમે 1992થી 2013/14 દરમિયાન છ ટેસ્ટ સિરીઝ રમી છે જે પૈકી 2010/11માં ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ સિરીઝ ડ્રો કરવામાં સફળ રહી હતી. આ સિરીઝની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાએ ઈનિંગ અને 25 રને જીતી લીધી હતી પરંતુ બીજી ટેસ્ટમાં ઝહીર ખાન, હરભજનસિંહ અને શ્રીસંતની વેધક બોલિંગના સહારે ભારતે 87 રને મેચ જીતી ત્રણ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી હતી. તે પછી ત્રીજી ટેસ્ટ મેચ ભારત મેચ ડ્રો કરવામાં સફળ રહેતાં સિરીઝ પણ 1-1થી ડ્રો રહી હતી. આમ કેપ્ટન કૂલ રહેલા ધોનીએ જીત મેળવી નહતી તો ટીમને હારવા પણ દીધી નહતી.
First published:

Tags: India vs South Africa, Team india

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन