કોચ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે આપ્યો સફળતાનો ગુરૂમંત્ર

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 31, 2017, 7:10 PM IST
કોચ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે આપ્યો સફળતાનો ગુરૂમંત્ર

  • Share this:
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 જાન્યુઆરીથી ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે. તેવામાં ભારતના પ્રદર્શનને લઈને અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યાં છે. જોકે, ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમવા માટે ભારતીય ટીમ સંપૂર્ણપણે તૈયાર છે. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શાસ્ત્રીએ કહ્યું કે, પરદેશી ધરતી પર ત્યાંની સ્થિતિ હેઠળ રમવું તે જ ભારતીય ટીમની સફળતાનો એકમાત્ર ગુરૂમંત્ર છે.

શાસ્ત્રીએ કહ્યું, ”હાલની ટીમ પાસે અનુભવ છે અને પડકાર ઝીલવા સક્ષમ છે. તેમણે કહ્યું, અત્યારની ટીમની સૌથી મહત્વની ઉપલબ્ધિ એ છે કે કંઈ ટીમ સામે રમે છે તેનાથી વર્તમાન ટીમને કોઈ ફર્ક પડતો નથી. તેઓ પિચને સમજે છે અને સ્થાનિક સ્થિતિ અનુસાર ઢળી જાય છે.”

શાસ્ત્રીએ કહ્યું, “અમારા માટે દરેક મેચ ઘરની મેચ જેવી છે. તેમના માટે ન્યૂઝીલેન્ડ પણ ઘર જેવું છે. જો તમે પિચ મુજબ ઢળી જાઓ તો તમારા માટે કોઈ મુશ્કેલી રહેતી નથી. બંને ટીમોએ એક જ પીચ પર રમવાનું છે. જો તમે ઈંગ્લેન્ડમાં જાઓ તો ત્યાં દરેક પીચ પર બોલ સ્પિન થશે. આમ તે ભારતમાં સ્પિનરોને મદદરૂપ પીચ છે. જો તમારે એક સારી ટીમ બનાવવી હોય તો પીચ અને પહેલાના પ્રદર્શનની વાતોને ફગાવી દઈને પડકારનો સામનો કરવા સક્ષમ થવું પડશે.”

શાસ્ત્રીએ કહ્યું કે, ભારતીય ખેલાડીઓ શ્રેણીમાં પોતાને શ્રેષ્ઠ પુરવાર કરવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું, “અમારા ખેલાડીઓ ક્રિકેટ રમી સંતુષ્ટ થવા માંગે છે. જ્યારે ખેલાડીઓ મેચમાં રન બનાવે છે અને પ્રતિસ્પર્ધી ટીમની વિકેટ ખેરવે છે ત્યારે ટીમના ખેલાડીઓ સંતોષ અનુભવે છે.” શાસ્ત્રીએ કહ્યું, “સાઉથ આફ્રિકા હંમેશા સારી ઓલરાઉન્ડર ટીમ રહીં છે.” તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કોઈ ટીમે સારું પ્રદર્શન કર્યુ નથી. ભારતે ટીમને શ્રેષ્ઠ બનાવવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે.
First published: December 31, 2017, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading