વિરાટની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરૂદ્ધ વનડે સિરીઝની પહેલી મેચમાં ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યુ છે. રોહિત શર્માની કેપ્ટનસીમાં પહેલી વખતે ઉતરેલ ટીમ ઈન્ડિયાએ 29 રનો પર જ 7 વિકેટ ગુમાવી દીધી. ભારતીય ટીમના ખેલાડીઓમાં શિખર ધવન (0), રોહિત શર્મા (2 રન), દિનેશ કાર્તિક (0), મનીષ પાંડે (2), ડેબ્યૂ કરી રહેલ શ્રેયસ અય્યર (9), ભૂવનેશ્વર કુમાર (0), અને જસપ્રિત બૂમરાહ (0) બે ડિજિટના સ્કોર પણ કરી શક્યા નહતા. તે ઉપરાંત હાર્દિક 10 અને કૂલદીપ યાદવે 19 રન બનાવ્યા હતા. જ્યારે યૂઝવેન્દ્ર ચહલ 0 રને અણનમ રહ્યો હતો. આમ જોવા જઈએ તો ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓના નામે તો શૂન્ય રન નોંધાઈ ગયા હતા. એકમાત્ર ધોનીએ 65 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની લાજ રાખી લીધી હતી. જોકે, તે છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયા છે.
16 રનો પર પહેલી વખત ટીમ ઈન્ડિયાએ ગુમાવી 5 વિકેટ સૌથી ઓછા રનો પર ટીમ ઈન્ડિયાના 5 વિકેટ ગુમાવવાની વાત કરીએ તો, તેને પોતાના વનડે ઈતિહાસના સૌથી ખરાબ પ્રદર્શન કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 16 રન પર 5 વિકેટ ગુમાવીને પોતાનો જ 34 વર્ષ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પહેલા 1983માં જિમ્બાબ્વે વિરૂદ્ધ વર્લ્ડ કપ મેચ (ટનબ્રિઝ વેલ્સ)માં 17 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, જોકે, કપિલ દેવે 175 રનની અણનમ ઈનિંગ રમીને ઈતિહાસ રચી નાંખ્યો હતો.
ભારતની ન્યૂનતમ સ્કોર પર 5 વિકેટ
16 રન વિરુદ્ધ શ્રીલંકા, ધર્મશાળા, 2017
17 રન વિરુદ્ધ ઝિમ્બાવે, ટનબ્રીજ વેલ્સ, 1983
27 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી, 2009
27 રન વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ટોરોન્ટો, 1999
29 રન વિરુદ્ધ પાકિસ્તાન, ચેન્નઈ, 2012
28 રનો પર પહેલી વખત ટીમ ઈન્ડિયાએ ગુમાવી 6 વિકેટ
ભારતની ન્યૂનતમ સ્કોર પર 6 વિકેટ
28 રન વિરુદ્ધ શ્રીલંકા, ધર્મશાળા, 2017
39 રન વિરુદ્ધ શ્રીલંકા, શારજાહ, 2000
39 રન વિ ન્યુઝીલેન્ડ, બુલાવાઓ, 2005
42 રન વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ટોરોન્ટો, 1999
43 રન વિરુદ્ધ ઇંગ્લેંડ ઓવલ, 1982
29 રનો પર પહેલી વખત ટીમ ઈન્ડિયાએ ગુમાવી 7 વિકેટ
ભારતની ન્યૂનતમ સ્કોર પર 7 વિકેટ
29 રન વિરુદ્ધ શ્રીલંકા, ધર્મશાળા, 2017
43 રન વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ટોરોન્ટો, 1999
43 રન વિ ન્યુઝીલેન્ડ, બુલાવાઓ, 2005
44 રન વિરુદ્ધ શ્રીલંકા, શારજાહ, 2000
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર