Home /News /cricket /IND vs SL: ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે શ્રીલંકાને ધોઈ નાખ્યું, ભારતે સતત 10મી ટી-20 મેચ જીતી
IND vs SL: ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે શ્રીલંકાને ધોઈ નાખ્યું, ભારતે સતત 10મી ટી-20 મેચ જીતી
India vs Sri Lanka 1st T20I: ટીમ ઈન્ડિયાએ ભવ્ય જીત સાથે શરૂઆત કરી છે. (AFP)
India vs Sri Lanka 1st T20I: ટીમ ઈન્ડિયા (Team India) ટી-20 ઈન્ટરનેશનલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે પ્રથમ ટી-20 મેચ (India vs Sri Lanka)માં શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયા (Team India) ટી-20 ઈન્ટરનેશનલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે પ્રથમ ટી-20 મેચ (India vs Sri Lanka)માં શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. આ સાથે ટીમે 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે સતત 10મી ટી-20 મેચ જીતી છે. મેચમાં પ્રથમ રમતા ભારતે 2 વિકેટે 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. નવા કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની આ સતત 10મી જીત પણ છે. તેઓ અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી. આ પહેલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 અને ODI સિરીઝની તમામ 6 મેચ જીતી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલા બોલ પર ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પથુમ નિશંકાને બોલ્ડ કર્યો હતો. ટીમે 60 રનમાં 5 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. સિનિયર બેટ્સમેન દિનેશ ચાંદીમલે 10 અને કેપ્ટન દાસુન શનાકા માત્ર 3 રન બનાવી શક્યા હતા. જે બાદ તેના માટે પરત ફરવું મુશ્કેલ બની ગયું હતું. આ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી બોલિંગ કરતા વેંકટેશ અય્યર અને ભુવનેશ્વર કુમારને 2-2 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી ચરિત અસાલંકાએ સૌથી વધુ 53 રન બનાવ્યા અને અણનમ પરત ફર્યો હતો.
આ પહેલા ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. ઈશાન કિશને 56 બોલમાં 89 અને શ્રેયસ અય્યરે 28 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. ઈશાને કેપ્ટન રોહિત શર્મા (44 રન) સાથે પ્રથમ વિકેટ માટે 111 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત કરી હતી. આ સાથે રોહિત T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે 32 બોલનો સામનો કર્યો હતો. 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા.
શ્રેયસ અય્યરે સારી શરૂઆતનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેણે 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે ટીમ 199ના સ્કોર સુધી પહોંચી શકી હતી. જ્યારે ઈશાને 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ તેની ટી-20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ છે. તે ટી-20 ઈન્ટરનેશનલમાં વિકેટકીપર તરીકે સૌથી મોટી ઈનિંગ્સ રમનાર ભારતીય પણ બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પણ 3 રન બનાવી અણનમ રહ્યો હતો. આ મેચમાં શ્રીલંકાના કોઈપણ બોલર પોતાની છાપ છોડી શક્યા ન હતા. લાહિરુ કુમારા અને દાસુન શનાકાને એક-એક વિકેટ મળી હતી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર