Home /News /cricket /

ટીમ ઇન્ડિયાનો ગુજરાતી ઓલરાઉન્ડ બન્યો પિતા, આ રાખ્યું છે નામ!

ટીમ ઇન્ડિયાનો ગુજરાતી ઓલરાઉન્ડ બન્યો પિતા, આ રાખ્યું છે નામ!

ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાના ઘરે ખુશીનો અવસર

ભારતીય ક્રિકેટ ટીમ (team india)ના ગુજરાતી ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા (krunal pandya)ના ઘરે ખુશીનો અવસર આવ્યો છે

    દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (team india)ના ગુજરાતી ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા (krunal pandya)ના ઘરે ખુશીનો અવસર આવ્યો છે. ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુરી (Pankhuri Sharma)એ પુત્રને જન્મ આપ્યો છે. ક્રુણાલે સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી છે અને ફેન્સ સાથે આ ખુશી વ્યક્ત કરી છે. ક્રુણાલે તેની પત્ની પંખુરી અને પુત્ર સાથેની તસવીર શરે કરી છે. સાથે જ તેણે પુત્રનું નામ પણ જણાવી દીધું છે. તેમણે પુત્રનું નામ કવીર ક્રુણાલ પંડ્યા રાખ્યું છે.

    ક્રુણાલ પંડ્યા ટીમ ઇન્ડિયા માટે ટી-20 અને વનડેમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (indian premier league)ની શરૂઆતમાં તે મુંબઇ ઇન્ડિયન્સ સાથે રહ્યો અને હવે લખનઉ સુપર જાયન્ટ્સનો વાઇસ કેપ્ટન છે. ક્રુણાલ પંડ્યાનો ભાઇ હાર્દિક પંડ્યા હાલમાં જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે, ટી20 સીરિઝ રમી રહ્યો હતો.



    ક્રુણાલ પંડ્યાની આ પોસ્ટ પર પ્રશંશકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેએલ રાહુલે કમેન્ટ કર્યું કે, બન્નેને ખૂબ-ખૂબ શુભેચ્છા. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ હાર્ટ ઇમોજી મોકલી હતી.. ઝહીર ખાનની પત્ની સાગરિકાએ પણ કમેન્ટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.

    ક્રુણાલ-પંખુરીના લગ્ન વર્ષ 2017માં થયા હતા. પંખુરી ઇન્સ્ટાગ્રામ પર બહુ જ લોકપ્રિય છે અને તે ડાન્સ-રીલ બનાવતી રહે છે. નોંધનીય છે કે, 31 વર્ષીય ક્રુણાલ પંડ્યા અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે 5 વનડેમાં 130 રન અને 2 વિકેટ લઇ ચૂક્યો છે. જ્યારે 19 ટી20 મેચમાં 124 રન અને 15 વિકેટ લીધે છે. આઇપીએલમાં તેના નામે 98 મેચમાં 1326 રન અને 61 વિકેટ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricket News Gujarati, Hardik pandy, Krunal pandya, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन