ટીમ ઇન્ડીયાનો અભિપ્રાય, અમને તો શાસ્ત્રી જ જોઇએ!

Parthesh Nair | IBN7
Updated: August 10, 2015, 5:22 PM IST
ટીમ ઇન્ડીયાનો અભિપ્રાય, અમને તો શાસ્ત્રી જ જોઇએ!
વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇ પાછલા કેટલાક સમયથી એક કાબેલ કોચની શોધમાં છે, પરંતુ પાંચ મહિના વિત્યા હોવા છતાં પણ ભારતીય ટીમની આ શોધ હાલ પૂરતીતો પૂરી થતી દેખાય રહી નથી. ભારતીય ટીમના છેલ્લા કોચ રહેલા ડંકન ફ્લૈચરનું કાર્યકાળ માર્ચના વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઇ ગયું હતું, ત્યાર બાદ ઇન્ડીયાની ટીમ વગર કોચે ક્રિકેટના મેદાનમાં ઉતરી રહી છે. ફ્લૈચરના ગયા બાદ ભારત બે સીરિઝ રમી ચૂક્યું છે, અને ત્રીજી શ્રેણી શરૂ થવાની છે. તો શું કારણ છે કે ક્રિકેટને ધર્મની જેમ માનનાર આ દેશમાં એક કોચ મળવા મુશ્કેલ સાબિત થઇ રહ્યો છે?

  • IBN7
  • Last Updated: August 10, 2015, 5:22 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇ પાછલા કેટલાક સમયથી એક કાબેલ કોચની શોધમાં છે, પરંતુ પાંચ મહિના વિત્યા હોવા છતાં પણ ભારતીય ટીમની આ શોધ હાલ પૂરતીતો પૂરી થતી દેખાય રહી નથી. ભારતીય ટીમના છેલ્લા કોચ રહેલા ડંકન ફ્લૈચરનું કાર્યકાળ માર્ચના વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઇ ગયું હતું, ત્યાર બાદ ઇન્ડીયાની ટીમ વગર કોચે ક્રિકેટના મેદાનમાં ઉતરી રહી છે. ફ્લૈચરના ગયા બાદ ભારત બે સીરિઝ રમી ચૂક્યું છે, અને ત્રીજી શ્રેણી શરૂ થવાની છે. તો શું કારણ છે કે ક્રિકેટને ધર્મની જેમ માનનાર આ દેશમાં એક કોચ મળવા મુશ્કેલ સાબિત થઇ રહ્યો છે?

માનવામાં આવી રહ્યું છે કે, નવા કોચની નિમણૂંકના વિલંભનું એક કારણ ખેલાડીઓના ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીને ટીમમાં કાયમ રાખવાનું ભારે પડી રહ્યું છે. ખેલાડીઓ ઇચ્છે છે કે, શાસ્ત્રી આગામી ટી20 વિશ્વ કપ સુધી ટીમની સાથે જોડાયેલા રહે. શાસ્ત્રીને ધોની અને કોહલી બન્નેનું સમર્થન પણ પ્રાપ્ત છે.

વનડે કેપ્ટન ધોની અને ટેસ્ટ ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશીપની રીત ભલે અલગ અલગ હોય, પરંતુ શાસ્ત્રીને લઇને બન્ને કેપ્ટન એકમત છે. કોહલીએ શાસ્ત્રીને લઇને કહ્યું કે, તેઓ ઘણા સારા વ્યક્તિ છે, અને ખેલાડીઓ તેમનું સન્માન કરે છે. તેમના કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. જ્યારે ધોનીનું આ અંગે કહેવું છે કે, જો થોડા સમય સુધી કોચનું પદ ખાલી રહેશે તો કોઇ તકલીફ નથી. આ પદ ખાલી હોવાના કારણે એમજ ન ભરી દેવું જોઇએ. બોર્ડ એડવાયઝરી કમિટીના સુઝાવ અંગે રાહ જોશે. અને જ્યાં સુધી કોઇ નિર્ણય ન આવે, ત્યા સુધી રવિ શાસ્ત્રી ટિમની જવાબદારી સંભાળતા રહેશે.

બીસીસીઆઇએ નવા કોચના નિમણૂંક માટે સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની એક એડવાયઝરી કમિટી બનાવી છે. આ કમિટીની રચના જૂન માસના પ્રારંભે કરવામાં આવ્યું હતું અને બે મહિના વિત્યા બાદ પણ અત્યાર સુધી એકપણ નામ અંગે ભલામણ કરવામાં આવી નથી. એક બીસીસીઆઇ અધિકારીનું કહેવું છે કે, જ્યાં સુધી ખેલાડીઓ સાથે સમાધાન ન થાય, ત્યાં સુધી નવા કોચનું નામ આવવું મુ્શ્કેલ છે.

First published: August 10, 2015, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading