Home /News /cricket /

ટીમ ઇન્ડિયા પહોંચી બાંગ્લાદેશ, કોહલીએ મતભેદનો કર્યો ઇન્કાર

ટીમ ઇન્ડિયા પહોંચી બાંગ્લાદેશ, કોહલીએ મતભેદનો કર્યો ઇન્કાર

ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના થઇ હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશમાં એક ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ ગઇ કાલે બાંગ્લાદેશ જવા રવાના થવાની હતી. પરંતુ વડાપ્રધાનના પ્રવાસને પગલે ટીમ એક દિવસ મોડી બાંગ્લાદેશ જવા રવાના થઇ હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના થઇ હતી. ભારતીય ટીમ બાંગ્લાદેશમાં એક ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ ગઇ કાલે બાંગ્લાદેશ જવા રવાના થવાની હતી. પરંતુ વડાપ્રધાનના પ્રવાસને પગલે ટીમ એક દિવસ મોડી બાંગ્લાદેશ જવા રવાના થઇ હતી.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ટીમમાં બાંગ્લાદેશ પ્રવાસને લઇને કોઇ મતભેદ નથી. ભારતીય ટીમ છેલ્લે બાંગ્લાદેશ સાથે વિશ્વ કપની ક્વાર્ટર ફાઇનલ મેચમાં રમી હતી. જોકે એને લઇને કેટલાક વિવાદ સામે આવ્યા હતા. જોકે કોહલીએ આ વિવાદને ટાળતાં કહ્યું હતું કે, જુના વિવાદોને ભુલીને ટીમ ઇન્ડિયા અહીં આવી છે. વિશ્વ કપ પછી ટીમ કેટલીય મેચ રમી ચુક્યું છે જેને લઇને હવે જુના વિવાદ યાદ પણ નથી.

કોહલીના અનુસાર હાલમાં ટીમનું ધ્યાન ટેસ્ટ મેચ જીતવા પર છે અને પ્રતિદ્વંદ્વી ટીમને લઇને મનમાં કોઇ ખરાબ ભાવ નથી. ભારતીય ટીમ સાથેની ટેસ્ટ મેચ 10મી જુનથી શરૂ થશે. અહીં નોંધનિય છે કે, ભારતે વિશ્વ કપ ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને 109 રનથી હરાવ્યું હતું. એ પછી બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું હતું અને પ્રશંસકોએ મેચમાં ખરાબ અમ્પાયરીંગની ટીકા કરતાં આરોપ લગાવ્યા હતા કે જાણી જોઇને એમની ટીમને હરાવવા માટે ટીમની વિરૂધ્ધ નિર્ણય લેવાયા હતા.
First published:

Tags: ક્રિકેટ, બાંગ્લાદેશ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन