Home /News /cricket /કારમી હાર બાદ રવિવારે T-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટીમ ઉપર પડી શકે છે ભારે?

કારમી હાર બાદ રવિવારે T-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કયા ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડની ટીમ ઉપર પડી શકે છે ભારે?

ફાઈલ તસવીર

ટી 20માં ગમે ત્યારે ખેલાડીનું ગમે તે પરફોર્મન્સ હોય છે, પહેલાં સેટ થાવ અને પછી રમો એવી સ્ટ્રેટેજી ચાલતી નથી.

અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra modi stadium) ટી-20 મેચમાં (T-20 match) ભારતનો પરાજય થયો. સતત 12 મેચ પછી ભારત હાર્યુ જેને લઇને અનેક સવાલો પણ ઉભા થયા. પોતાના હોમગ્રાઉન્ડમાં ઇન્ડિયા ની હાર જોઈને દર્શકો પણ નારાજ થયા હતા પરંતુ તેની સામે એ સમજવું અઘરું નથી કે શા માટે ચીન ઇન્ડિયા જોઈએ એવું પર્ફોમન્સ કરી ન શકી.

આ અંગે ક્રિકેટ એક્સપર્ટ (Cricket Expert) તુષાર ત્રિવેદીના (tushar triwedi) કહેવા જણાવ્યું કે હવે પછીની મેચમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ દમદાર હશે. ભલે પહેલી મેચમાં જે થયું એને ભૂતકાળ માની લઈએ. આ પહેલા પણ અગાઉ થઇ ચૂક્યું છે કે પહેલી મેચ હાર્યા હોઈએ અને પછીની.મેચમાં ટીમ ઇન્ડિયા જેમ ગુજરાતીમાં કહેવાય છે એમ નવી ગિલ્લી નવો દાવ માનીને જોરદાર પરફોર્મન્સ આપે છે. એ રીતે હવે વિરાટ કોહલી (virat kohli) ટીમ પણ ભૂતકાળ ભૂલીને નવેસરથી શુરૂ કરશે. એમાં પણ રવિવાર છે અને રવિવારનું ક્રાઉડ હશે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 67 હજારનું ક્રાઉડ હશે એમાંય પણ રવિવાર એ પિકનિક જેવો માહોલ હશે, જે રીતે પ્રેક્ષકો ઉત્સાહથી આવશે એ જ રીતે તેમને ઘરે મોકલવા પડશે. રવિવારે ભારતને જીતતું જોવા માટે આવેલા રવિવાર ના લોકો ને નિરાશ નહિ કરે

કેવી ચાલશે ટીમ ઇન્ડિયાની સ્ટ્રેટરજી?
ટી 20માં ગમે ત્યારે ખેલાડીનું ગમે તે પરફોર્મન્સ હોય છે, પહેલાં સેટ થાવ અને પછી રમો એવી સ્ટ્રેટેજી ચાલતી નથી. હવે પછીની મેચમાં દુનિયાભરમાં ચાહકો પાસે સવાલ છે કે હવે પછીની મેચમાં રોહિત શર્મા હશે કે નહિ. એનો જવાબ કોહલી એ આપવાનો છે. આ મેચમાં રોહિત શર્મા રમશે કે નહિ તેની પર સૌની નજર છે. પહેલી ટી 20 માં રોહિત શર્મા ને એક અખતરા ખાતર બહાર રાખીને શિખર ધવન અને લોકેશ રાહુલની પેર ભારતે અજમાવી જોઈ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

એમાં નિષ્ફળતા ગઈ એનો મતલબ એમ નથી કે આ જોડી ને ક્યારેય ના અજમાવાઈ પરંતુ હાલ પૂરતું ટી ટ્વેન્ટી સિરીઝ ધ્યાન રાખીએ તો વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ મારું ફોકસ વર્લ્ડ કપ સુધીનું રહેશે બીજી તરફ બે દિવસ પહેલા રોહિત શર્માએ કહ્યું હતું કે અમે મેચ બાય મેચ ધ્યાનમાં રાખીએ છીએ કે શું થઈ શકે છે એટલે સીરીઝને ધ્યાનમાં રાખવી હોય તો મેચ ને ધ્યાનમાં રાખવી હોય તો રોહિત શર્મા આ મેચમાં ફરી આવી જાય એવી આશા છે અને એક રીતે રોહિત શર્મા આવશે તો ઇંગ્લેન્ડ ની ટીમમાં સાયકોલોજીકલ ઇફેક્ટ પડશે, કારણ કે આ એક જ એવો બેટ્સમેન છે જેને વન ડે ડબલ સેંચ્યુરી અને ટી 20માં સેંચ્યુરી ફટકારી છે.આપને એવું નથી કહેતા કે ગમે ત્યારે ફટકારી દેશે પણ હા રોહિત શર્મા એ ક્ષમતા ધરવાતો ખેલાડી છે.

આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બોલિંગ માટે દમદાર ખેલાડી 
બોલિંગ માટે ભુવનેશ્વર એકાદ વાર ના ચાલ્યો પણ દીપક ચાહાર ને પેસ બોલર તરીકે લઈ શકે છે.યુઝવેન્દ્ર ચહલ એ રન કરી શકે છે. અને આજે પણ અત્યાર ની ટીમમાં સ્ટ્રાઈક બોલર છે. દીપક ચહલ અને રોહિત શર્મા કમ બેક કરશે તો ટીમ.વધારે મજબૂત બનશે.

વિરાટ કોહલીએ પોતાના પરફોર્મન્સ પર ફોકસ કરવું પડશે
ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદી ના કહેવા પ્રમાણે પરફોર્મન્સમાં વિરાટ કોહલી એ ખાસ ધ્યાન રાખવું પડશે. સામાન્ય રીતે વિરાટ 0 માં આઉટ થતો નથી એમાં હવે તો એવું થયું છે કે 0 માં આઉટમાં થવાનો રેકોર્ડ પણ તેના નામે થયો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે જ શિખર ધવન રમતો હોય તો શિખર ધવન એ બંને જણા એ ટોપ ફોલ્ડર માં પરફોર્મન્સ કરવું પડશે. એ પુરવાર થઈ ગયું કે શ્રેયસ ઐયર ખૂબ સારું પરફોર્મન્સ આપીને બેટિંગ કરે છે જ્યારે રિષભ પંથ અને હાર્દિક પંડયા અને શ્રેયસ ઐયર આ ત્રણેય એ પહેલાં ખેલાડી ના રમ્યા હોત તો ટી20માં પરફોરમન્સ ના આપ્યું હોત તો સ્કોર ના થતો.

બાકીના બેટ્સમેન 60 રન પણ ના લઈ શક્યા.એ રીતે જો શ્રેયસ ઐયરને સપોર્ટ આપવા હાર્દિક પંડ્યા ખૂબ સારો છે હાર્દિક ફોર્મમાં છે જ્યારે રિષભ પંથ પણ મજબુત પરફોર્મન્સ આપી રહ્યો છે બીજી તરફ શ્રેયસ પણ ખૂબ સારો ફોર્મમાં છે. આવતીકાલે ટોપ હોલ્ડર રોહિત શર્મા શિખર ધવન વિરાટ કોહલી પહેલી ૧૦ થી ૧૨ ઓવરમાં ૧૦૦ રન પાર કરવી આપે તો બાકી ના પ્લેયર ની કેપિસિટી અને ભારત પહેલી બેટિંગ લે તો ભારત પાસે 175થી 190 સ્કોર કરવાની કેપીસિટી છે.
First published:

Tags: T-20 match

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો