Home /News /cricket /Suryakumar Yadav: રાહુલ દ્રવિડના સવાલ પર સૂર્યાએ પત્નીના ભરપેટ વખાણ કરીને પર્સનલ વાત કહી
Suryakumar Yadav: રાહુલ દ્રવિડના સવાલ પર સૂર્યાએ પત્નીના ભરપેટ વખાણ કરીને પર્સનલ વાત કહી
સૂર્યકુમારે T20માં શાનદાર સદી ફટકાર્યા બાદ પત્નીની પર્સનલ વાત જણાવી
Suryakumar Yadav On Wife Devisha Shetty: સૂર્યકુમાર યાદવે રાજકોટમાં તોફાની બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી છે. તેમે પોતાની ફિટનેસ વિશે વાત કરતા તેની પત્ની દેવિશા શેટ્ટીના ભરપૂર વખાણ કર્યા છે. સૂર્યકુમારે કોચ રાહુલ દ્રવિડને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની અંગેત લાઈફ વિશે વાત કરી હતી.
સૂર્યકુમાર યાદવે રાજકોટમાં રમાયેલી T20 મેચમાં તોફાની બેટિંગ કરીને સૌ કોઈને અચંભિત કરી દીધા છે. સૂર્યાએ શાનદાર રીતે માત્ર 52 બોલમાં સ્ફોટક 112 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની T20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકાર્યા પછી ખુદ તેના કોચ રાહુલ દ્રવિડે તેનું ઈન્ટરવ્યુ લીધું હતું. જેમાં બન્ને મજાક-મસ્તી પણ કરી હતી.
મેચ પછી રાહુલ દ્રવિડને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની રમત અંગે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પત્ની અને પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
કોચ રાહુલ દ્રવિડે જ્યારે સૂર્યાને કહ્યું કે, હું તમને નાનપણથી રમતા જોઉં છું, શું તમે મને નાનપણમાં બેટિંગ કરતા જોયો છે? રાહુલના સવાલ બાદ બન્ને ખડખડાટ હસી પડ્યા હતા. સૂર્યાએ પોતાની રમત વિશે વાત કરતા જણાવ્યું કે, "મેં જે કંઈ અંતિમ મેચમાં કર્યું તેનાથી ઘણો ખુશ છું, એ જ વસ્તુ ફરી થઈ છે. હું જ્યારે બેટિંગ કરવા માટે જઉં ત્યારે મજા કરું છું. હું જેટલું બની શકે તેટલી મારી જાતને એક્સપ્રેસ કરવાની કોશિશ કરું છું. આવા સમયે બીજી ટીમ ગેમ ઓફ કરવાની કોશિશ કરે છે પરંતુ હું ગેમ ઓન રાખવાના પ્રયાસ કરું છું."
સૂર્યાની ફિટનેસ અને યોયો ટેસ્ટ વિશે દ્રવિડે વાત કરી તો સૂર્યાએ જણાવ્યું કે, "મારા પિતા એન્જિનિયર છે, અને મારા પરિવારમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી વ્યક્તિની કોઈ હિસ્ટ્રી નથી. જેના કારણે તેમના માટે પણ મારા માટે વધારે મહેનત કરવી પડી છે. તેમણે મારામાં સ્પાર્ક જોયો અને સતત મને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો. તેમણે મારા માટે ઘણો ભોગ આપ્યો છે."
T20માં સદી ફટકારનો સૂર્યા ઘણો જ ખુશ હતો તેણે પોતાના પિતાની સાથે પત્નીની પણ પ્રશંસા કરી હતી. સૂર્યાએ કહ્યું કે, "મારી પત્નીએ પણ ઘણું કર્યું છે. અમારા લગ્ન થયા પછી તેણે મારી ફિટનેસ અંગે ઘણું ધ્યાન રાખ્યું છે, તેણે મારા ન્યૂટ્રિશિયન માટે અને મારી ફિટનેસ માટે ઘણી મહેનત કરી છે. આ જ રીતે મેં મારી બેંગ્લુરુમાં આપેલી ફિટનેસ ટેસ્ટ હજુ પણ મને યાદ છે. જે ખરેખર મારો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો."
T20ના ટૂંકા કરિયરમાં શાનદાર પ્રદર્શન
સૂર્યકુમાર યાદવનું T20 કરિયર ઘણું જ નાનું રહ્યું છે અને તેણે પોતાના કરિયરમાં 45 ઈન્ટરનેશનલ T20 મેચ રમી છે, જેમાં તેણે 46.41ની એવરેજ સાથે 180.34ની સ્ટ્રાઈક રેટ સાથે 1578 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 13 અર્ધસદીનો સમાવેશ થાય છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર