ટીમ ઇન્ડિયાને કેસ એવોર્ડ ન મળતા ગુસ્સે થયા ગાવસ્કર, કહ્યું 'આ શરમજનક'

News18 Gujarati
Updated: January 19, 2019, 8:10 AM IST
ટીમ ઇન્ડિયાને કેસ એવોર્ડ ન મળતા ગુસ્સે થયા ગાવસ્કર, કહ્યું 'આ શરમજનક'

  • Share this:
ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે સીરિઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને કેશ એવોર્ડ ન મળવાને લઇને નારાજગી વ્યક્ત કરી છે. ગાવસ્કરનું કહેવું છે કે સીરિઝથી ઓસ્ટ્રેલિયાને જે કમાણી થઇ છે તેમાં ઇન્ડિયાનો પણ હક બને છે.

ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં વન ડેની દ્વિપક્ષીય સીરિઝમાં જીત મેળવી છે, ત્રીજા અને અંતિમ વન ડેમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા 7 વિકેટથી હાર્યું. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની સીરિઝમાં 2-1થી કબજો કર્યો, મેન ઓફ ધ મેચ રહેનારા યઝૂવેન્દ્ર ચહલ અને મેન ઓફ ધ સીરિઝ રહેનારા મહેન્દ્ર સિંહ ધોનીને 500-500 ડોલર આપવામાં આવ્યા, આ રકમને બંને ખેલાડીઓએ દાન કરી દીધી હતી.

ટીમ ઇન્ડિયાને સીરિઝ જીત્યા બાદ માત્ર એક ટ્રોફી આપવામાં આવી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આલોચના કરતા ગાવસ્કરે કહ્યું કે 500 અમેરિકન ડોલરથી શું થાય છે, આ શરમજનક છે કે ટીમ ઇન્ડિયાને સીરિઝ જીત્યા બાદ માત્ર એક ટ્રોફી આપવામાં આવી, બ્રોડકાસ્ટ રાઇટ વેચવાથી થતી કમાણી થાય છે તો તેઓ ખેલાડિયોને કેશ એવોર્ડ કેમ નથી આપતાં. ખેલાડીઓને લીધે જ ચેનલને સ્પોન્સર મળે છે અને મોટી કમાણી થાય છે.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે વિમ્બલડનમાં જુઓ કેટલા રૂપિયા મળે છે, ગત વર્ષે વિમ્બલડનના પ્રથમ રાઉન્ડમાં હારનારા ખેલાડીને 36 લાખ રૂપિયા મળ્યા, જ્યારે વિજેતાને અંદાજે 21 કરોડ રૂપિયા મળ્યા.

First published: January 18, 2019, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading