LIVE NOW

IND Vs SA LIVE : આફ્રિકા 201 રનમાં ઓલઆઉટ, ભારતે રચ્યો નવો ઈતિહાસ

gujarati.news18.com | February 14, 2018, 12:28 AM IST
facebook Twitter google Linkedin
Last Updated February 14, 2018
auto-refresh

Highlights

પાંચમી વનડેથી પહેલા સાઉથ આફ્રિકા ટીમનું આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. ચોથી વનડેમાં ભારત પર જીત સાથે જ આફ્રિકન ટીમ ખુબ જ ઉત્સાહિત નજરે આવી રહી હતી. ફાસ્ટ બોલર એડિલે ફેહલુકવાયોએ કહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ભારતીય સ્પિનરોનું તોડ શોધી નાંખ્યું છે. જેને યૂઝવેન્દ્ર ચહલની બોલ પર સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. મેજબાન ટીમ પોર્ટ એલિઝાબેથ વનડેમાં બેગણા ઉત્સાહ સાથે ઉતરવાની તૈયારીમાં છે. વર્તમાન સિરીઝમાં તેઓ 1-3થી પાછળ ચાલી રહ્યાં છે. પાંચમી વનડે ભારતીય સમયાનુસાર 4.30PM વાગે શરૂ થશે.

ભારતીય ફિરકી બોલર યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવ ચોથી વનડેમાં મોંઘા સાબિત થયા હતા. ફેહલુકવાયોએ કહ્યું, પાછલી ચાર મેચો બાદ અમે સારા એવા લયમાં છીએ. આ જીતથી અમે ખુબ જ આત્મવિશ્વાસ મળ્યો છે અને ખેલાડી નેટ્સ પર ખુબ જ મહેનત કરી રહ્યાં છે અને અમારી ટ્રેનિંગ ખુબ જ વિશિષ્ટ (સ્પનર વિરૂદ્ધ) છે.

તેમને કહ્યું,
12:25 am (IST)

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ


12:24 am (IST)

12:21 am (IST)

ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત શ્રેણી જીતીને એક નવો ઈતિહાસ રચી નાંખ્યો છે.આફ્રિકાને 4-1થી હરાવીને શ્રેણી પર કબ્જો કરી લીધો છે. ભારતે પાંચમી વનડેમાં આફ્રિકાને 275 રનનું ટાર્ગેટ આપ્યું હતું. આ ટાર્ગેટ આફ્રિકાને આ મેદાન પર કરવો કોઈ મોટી વાત નહતી. કેમ કે આ પહેલા આફ્રિકાએ આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 300 ઉપરના સ્કોરને પણ ચેસ કરીને મેચ જીતેલી છે. તેવામાં ટીમ ઈન્ડિયાએ આપેલા 275 રનના ટાર્ગેટ સામે ઉતરેલી આફ્રિકાએ ધીમી રમતની શરૂઆત કરી હતી. જોકે, એક ટાઈમે આફ્રિકા મજબૂત સ્થિતિમાં હતી. પંરતુ ભારતીય બોલર્સ ટાઈમે-ટાઈમે વિકેટ નિકાળતા ગયા અને એક ઈતિહાસ રચી નાંખ્યો.

 

ભારત તરફથી પાંચમી વનડેમાં રોહિત શર્માએ 115 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તે ઉપરાંત શિખર ધવને વિસ્ફોટક 34 રન અને વિરાટ કોહલીએ 36 રનની ઈનિંગ રમી હતી. આમ ભારતે આફ્રિકાએ 275 રનનો પડકાર આપ્યો હતો. ભારતના પડકારનો પીછો કરવા ઉતરેલ આફ્રિકન ટીમે સારી શરૂઆત કરી હતી. અમલાએ આફ્રિકા તરફથી 71 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ક્લાસે 39, મિલર 36 અને કેપ્ટને 32 રનની ઈનિંગ રમી હતી. 

 

બૂમરાહે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવતા કેપ્ટન માર્કરમને 36 રને ચાલતો કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ વિકેટ અપાવીને મેચમાં ટીમની  વાપસી કરાવી દીધી હતી. હાર્દિકે જેપી ડૂમિની અને એબી ડિવિલિયર્સની વિકેટ અપાવીને મેચમાં ટીમ ઈન્ડિયાની અડધી જીત પાક્કી કરી નાંખી હતી. જોકે ત્યાર બાદ હાશિમ અમલા અને હેનરિકે આફ્રિકાના સ્કોર બોર્ડને સક્રિય રાખ્યો હતો. જોકે, તે સમયે આમલાને હાર્દિક પંડ્યાએ 71 રને રન આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો. આમલાની જગ્યાએ મિલર બેટિંગ કરવા આવ્યો હતો. મિલર અને હેનરિક ક્લાસેએ સારીએવી ભાગીદારી કરી ત્યારે મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકતી નજરે પડી રહી હતી. જોકે, તેવા સમયે જ યૂઝવેન્દ્ર ચહલે મિલરને 36 રનમાં ક્લિન બોલ્ડ કરી દીધો હતો. 

 

અહીથી ટીમ ઈન્ડિયાને જીત માટે એકમાત્ર ક્લાસેને આઉટ કરવાનો હતો. જેને કૂલદીપ યાદવે ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવીને ટીમ ઈન્ડિયાએ મેચ પર કબ્જો જમાવી લીધો હતો. કૂલદીપે 42મી ઓવરમાં ઓવર હેટ્રિક લીધી હતી. ક્લાસે, રબાડા અને શમસીને યાદવે પેવેલિયન ભેગા કરી નાંખ્યા હતા. જ્યારે 43મી ઓવરમાં ચહલે મોર્કલને આઉટ કરીને એક ઈતિહાસ રચી નાંખ્યો હતો. 

Load More