Home /News /cricket /

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ઈતિહાસ રચશે કે દોહરાવશે ભૂતકાળને

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ઈતિહાસ રચશે કે દોહરાવશે ભૂતકાળને

કોઈપણ મોટી સીરીઝથી પહેલા ટોપ બેટ્સમેનના સ્કોર આગળ શતક દેખાવાથી ટીમ અને તેમના ચાહકોનો આત્મવિશ્વાસ મજબૂત થઈ જાય તે સ્વભાવિક છે. પરંતુ જરૂરી તે છે કે, એશિયાથી બહારના પ્રવાસથી પહેલા આવી શતક પોતાનાથી મજબૂત અને પડકાર આપનાર ટીમો વિરૂદ્ધ બને તે મહત્વનું છે.

શ્રીલંકા વિરૂદ્ધ પહેલી બે ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેનો સેન્ચ્યુરી લગાવી દીધી હતી. જ્યારે નાગપુરમાં કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. તે ઉપરાંત રોહિત શર્માએ વનડેમાં બેવડી સદી અને ટી-20માં સદી ફટકારીને પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી નાંખ્યો હતો. આમ શ્રીલંકાની ધોલાઈ કરતાં ત્રણેય ફોર્મેટમાં તેને ખુબ જ ખરાબ રીતે હરાવ્યું હતું. જેમાં ટી-20માં તો ત્રણેય મેચોમા વ્હાઈટવોશ કરીને એક નવો ઈતિહાસ પણ રચી નાંખ્યો હતો. પરંતુ પ્રશ્ન તે ઉભો થાય છે કે, આ શાનદાર ફોર્મ ટીમ ઈન્ડિયા માટે આવતા મહિનેથી શરૂ થનાર દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પણ મદદગાર થશે!

ટીમ ઈન્ડિયાના હાલના વર્ષોના રેકોર્ડ તપાસ કરતાં એક વાત સ્પષ્ટ નજરે પડે છે કે, જ્યારે પણ એશિયાથી બહાર થનાર સીરીઝથી પહેલા કમજોર ટીમની ઈન્ડિયાએ બરાબરની ધોલાઈ કરી, તો બહાર જઈને તેમની જ બેટિંગ એક તમાશો બની જાય છે, જે દુનિયાભરના લોકો સામે નીચાપણું જોવા જેવું થાય છે.

તે જાણ્યા છતાં કે, સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા શ્રીલંકા જેવી લંગડાતી ટીમ, જેને વિરાટની ટીમ તેના ઘરમાં જઈને માત આપીને આવી છે. તેમની સામે રમવું ખોટું સાબિત થઈ શકે છે. 2010માં આફ્રિકા પ્રવાસ પહેલા ન્યૂઝીલેન્ડની પણ ટીમ ઈન્ડિયાએ પોતાના ઘર આગણે બરાબરની ધોલાઈ કરી નાંખી હતી.
સાઉથ આફ્રિકાના 2010ના પ્રવાસથી ઠિક પહેલા ભારતે પોતાના ઘરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અમદાવાદ, હૈદરાબાદ અને નાગપુરમાં ત્રણ ટેસ્ટ રમી હતી. અમદાવાદ ટેસ્ટની પહેલી ઈનિંગમાં વીરેન્દ્ર સહેવાગ (179) અને રાહુલ દ્રવિડ (104)એ ડ્રો મેચમાં ન્યૂઝીલેન્ડના બોલર્સની બરાબરની ધોલાઈ કરી હતી. બીજી ઈનિંગમાં હરભજનસિંહે પણ 115 રનની ઈનિંગ રમી નાંખી હતી, જ્યારે વીવીએસ લક્ષ્મણ માત્ર 9 રનથી શતક બનાવવાથી ચૂકી ગયો હતો.

હૈદરાબાદમાં હરભજનસિંહે સતત બીજી સદી ફટકારી દીધી હતી. તે મેચ ડ્રો રહી હતી. નાગપુરમાં રાહુલ દ્રવિડના 191 અને મહેન્દ્રસિંહ ધોનીના 98 રનોની મદદથી ભારતે એક ઈનિંગ અને 198 રનથી જીત મેળવી લીધી હતી. આ નવેમ્બર 2010ની વાત છે.

ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાની સેન્ચ્યુરીયનની પિચ પર હતી. પહેલી મેચની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ મોબાઈલ નંબર જેવો હતો. સાત બેટ્સમેનો દસ રનથી ઉપર પહોંચ્યા નહતા. જેમાંથી ત્રણ જીરો પર આઉટ થયા હતા. સાઉથ આફ્રિકાએ તે મેચ એક ઈનિંગ અને 25 રનથી જીતી લીધી હતી.

ડેલ સ્ટેન અને મોર્ન મોર્કલે ડરબન ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરતાં ટીમ ઈન્ડિયાને 205 રનમાં તંબુ ભેગી કરી નાંખી હતી. જોકે, તે મેચ ઝહિર ખાન, (6 વિકેટ) એસ. શ્રીસંત (4 વિકેટ) અને હરભજનસિંહ (6 વિકેટ)ન શંકટમોચન બનીને આવ્યા જ્યારે બીજી ઈનિંગમાં વીવીએસ લક્ષ્મણે 96 રનની ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં 6 બેટ્સમેનોનો સ્કોર 10 રનને પાર ન જવા છતાં ભારતે તે લો-સ્કોરિંગ મેચ 87 રનથી જીતી લીધી હતી. આમ બોલર્સ અને વીવીએસની મદદથી ટીમ ઈન્ડિયા પોતાનું નાક બચાવવામાં સફળ રહી હતી.

2011માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મેળવી હતી શાનદાર જીત
ડિસેમ્બર 2011ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના એક મહિના પહેલા ટીમ ઈન્ડિયાએ દિલ્હી અને કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ રમી હતી. દિલ્હી અને કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝની બરાબરની ધોલાઈ કરી નાંખવામાં આવી.કોલકતામાં સ્કોર બોર્ડ પર રાહુલ દ્રવિડ, લક્ષ્મણ અને ધોનીના નામ પર શતક નોંધાયા. પરંતુ જ્યારે ડિસેમ્બરમાં ટીમ પહેલી ટેસ્ટ માટે મેલબોર્ન પહોંચી, ત્યારે પહેલી ઈનિંગમાં 282માં સૌથી વધારે રનોમાં 68 રન રાહુલ દ્રવિડના હતા. જ્યારે બીજી ઈનિંગ 169 રનમાં સમેટાઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાએ તે મેચ 122 રનથી જીતી લીધી હતી.ત્યાર બાદ સિડનીમાં ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 191માં સમેટાઈ ગઈ. આમાં સૌથી વધારે ધોનીના 57 રન હતા.

ભારતને સિડનીમાં એક ઈનિંગ અને 68 રનથી શરમજનક હાર મળી હતી. પર્થ ટેસ્ટની બંને ઈનિંગમાં ટીમનો સ્કોર 161 અને 171 હતો. ભારત ત્યાં પણ એક ઈનિંગ અને 37 રનથી હાર્યું. એડિલેડ ટેસ્ટમાં ભારતે પહેલી ઈનિંગમાં 272 રન બનાવ્યા જેમાં વિરાટ કોહલીએ 116 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 201 રનમાં જ ટીમ ઈન્ડિયા પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારત તે મેચ પણ 298થી હારી ગયું હતું.

2013માં ભૂલ સુધારવાની ના કરવામાં આવી કોશિશ
ભૂતકાળમા થયેલી મોટી હાર બાદ પણ તેમાંથી શિખામણ ના લઈને ટીમ ઈન્ડિયાએ 2013માં ભૂલને ફરીથી દોહરાવી હતી. ડિસેમ્બર 2013ના સાઉથ આફ્રિકા પ્રવાસથી પહેલા ટીમ ઈન્ડિયાએ એકવાર ફરી વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ બે મેચોની સિરીઝ રમી. ભારતે તે બંને મેચો જીતી લીધી. આમાં રોહિત શર્માની બે, આર. અશ્વિન અને ચેતેશ્વર પુજારાની એક-એક સદી સામેલ હતી. ડિસેમ્બર 2013માં જ્હોનિસબર્ગના ડ્રો મેચમાં કોહલી અને પુજારાએ સદી જરૂર ફટકારી હતી. પરંતુ ડરબનમાં ટીમ 350 રન પણ પાર કરી શકી નહતી.

ભારત ત્યાં દસ વિકેટથી હાર્યું હતું. ડરબન બાદ ફેબ્રુઆરી 2014થી લઈને જાન્યુઆરી 2015 સુધી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 11 ટેસ્ટ મેચ રમ્યું હતું. જેમાં એકમાત્ર તે લોર્ડ્સમાં જ જીતી મેળવી શક્યું છે. 6 મેચોમાં ટીમ ઈન્ડિયાને હારનું મોઢૂ જોવું પડ્યું હતું, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. આ વખતે વિરાટ બ્રિગેડ સાઉથ આફ્રિકામાં પોતાની નવી છાપ અને નવો ઈતિહાસ રચીને આવે તેવી આશા રાખીને ઈન્ડિયા બેઠું છે. તેવામાં ટીમ ઈન્ડિયા ભારતીય અને ઈન્ડિયન ક્રિકેટરોના માનસપટલ પર રહેલ જુના આંકડાઓને ડિલિટ મારવામાં સફળ રહે છે કે નહી તે તો આવનારા દિવસો જ નક્કી કરશે.
First published:

Tags: India vs australia, India vs South Africa, Team india

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन