Home /News /cricket /360 ડિગ્રી ડિવિલિયર્સે જાહેર કરી નિવૃત્તિ, ક્રિકેટ રસિકો આઘાતમાં

360 ડિગ્રી ડિવિલિયર્સે જાહેર કરી નિવૃત્તિ, ક્રિકેટ રસિકો આઘાતમાં

એબી ડીવિલિયર્સ (30 સિક્સ) આ યાદીમાં સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ ચોથા ક્રમે છે. તે ટેસ્ટ, વનડે અને T20 એમ બધા જ ફોર્મેટમાં સારું રમી ચુક્યો છે. તેણે T20 વર્લ્ડ કપમાં કુલ 30 સિક્સર મારી છે. તેને જોરદાર બેટિંગ અને એક્શનના કારણે તેને મી. 360 તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે વર્લ્ડ કંપની 29 ઈનિંગમાં 717 રન કર્યા હતા.

360 ડિગ્રી તરીકે જાણીતા સાઉથ આફ્રિકન ક્રિકેટર એ બી ડિવિલિયર્સે તમામ ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે, ડિવિલિયર્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇંસ્ટાગ્રામ, ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી આ જાહેરાત કરી છે, ડિવિલિયર્સના સાઉથ આફ્રિકા જ નહીં પરંતુ ભારતમાં પણ લાખો ફેન્સ છે, આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી એ બી ડિવિલિયર્સે અનેક યાદગાર મેચો રમી છે.

ડિવિલિયર્સે વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેઓએ કહ્યું કે હું નિવૃતિ જાહેર કરું છે, જે અત્યારથી લાગુ પડશે, 114 ટેસ્ટ, 228 વન-ડે અને 787 ટી20 બાદ હવે સમય છે નવા ખેલાડીઓને તક આપવાનો, ઇમાનદારીથી સ્વીકારું છું કે હવે હું થાકી ગયો છું, આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે, આ અંગે મેં ખૂબ જ ગંભીરતાથી વિચાર્યું અને હું ક્રિકેટ રમતાં-રમતાં રિટાર્ડ થવા ઇચ્છું છું. ભારત-ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ જીત્યા બાદ હટવાનો આ યોગ્ય સમય છે.





તેઓએ વધુમાં પ્રોટીઝ (દક્ષિણ આફ્રિકન ટીમ) માટે કહ્યું કે ક્યારે અને ક્યા ફોર્મેટમાં રમુ તે પસંદગી કરવી યોગ્ય નહીં હોય, મારા માટે ગ્રીન અને સફેદ જર્સી બધુ જ છે, હું કોચ, દક્ષિણ આફ્રિકન ક્રિકેટના સ્ટાફનો આભારી છું, અને સૌથી વધારે આભાર મારા તમામ ટીમ સાથીઓનો માનું છું કારણ કે તેમના વગર હું આજે આ સ્થાને ન પહોંચી શક્યો હોત.

એ બી ડિવિલિયર્સને હાલના સમયમાં સૌથી વિસ્ફોટક બેસ્ટમેન ગણવામાં આવે છે, જે અસામાન્ય રીતે બોલને બાઉન્ટ્રીની પાર કરી શકે છે. ડિવિલિયર્સના કેટલાક શોટ્સ તો ક્રિકેટ તજજ્ઞોને પણ વિચારતા કરી મૂક્યા છે, ડિવિલિયર્સ ગ્રાઉન્ડમાં તમામ દિશાઓમાં શોટ્સ લગાવી શકે છે, એટલા માટે જ તો ક્રિકેટ ફેન્સ તેને 360 ડિગ્રી કહીને બોલાવતા હતા.
First published:

Tags: AB de Villiers

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો