શોએબ અખ્તર કરવા ગયા 'મોટિવેશનલ ટ્વિટ', પણ યુવી-ભજ્જીએ કર્યા ટ્રોલ

Network18
Updated: December 29, 2017, 10:02 AM IST
શોએબ અખ્તર કરવા ગયા 'મોટિવેશનલ ટ્વિટ', પણ યુવી-ભજ્જીએ કર્યા ટ્રોલ
Network18
Updated: December 29, 2017, 10:02 AM IST
બોલર કોઈપણ હોય જો સામે યુવરાજ સિંહ આવી જાય તો એકવાર તો વિચારવું જ પડે. અત્યારે ભલે તે ફિટનેસ પાછી મેળવવા માટે ઝઝૂમી રહ્યો હોય પરંતુ અત્યારે પણ બધા બોલરો તેને ખતરો જ સમજે છે.

યુવરાજે પાકિસ્તાની શોએબ અખ્તરને તેમના 'મોટિવેશનલ ટ્વિટ' પર ટ્રોલ કરી દીધા છે. એટલું જ નહીં, હરભજન સિંહએ પણ શોએબ પર ફીરકી ઉતારતા મજેદાર પ્રતિક્રિયા આપી હતી.


Loading...

આ આખા મામલામાં શોએબે અખ્તરે ટ્વિટ શેર કરતાં પોતાની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં ગ્લોવ્સ પહેરીને હાથમાં વેલ્ડિંગ હેલ્મેટ પક્ડયું છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, સખત પરિશ્રમથી જ તમે પોતાના સપના પુરા કરી શકો છો. ઘણાં હેશટેગ પણ લગાવ્યાં હતાં જેમકે #Shoaibakhtar #quoteoftheday #hardwork #dreams #nevergiveup #Rawalpindiexpress.આ સાથે તસવીર પર લખ્યું હતું, ડ્વેન 'ધ રોક જોનશન'. શોએબે Dwayne નો સ્પેલિંગ પણ ખોટો (Dwavne) લખ્યો. યુવરાજે તેમની આ ભૂલ તો છતી ન કરી પરંતુ એવું રિએક્ટ કર્યું કે, 'બધુ બરાબર છે પરંતુ તમે વેલ્ડીંગ કરવા ક્યાં જઈ રહ્યાં છો?'હરભજન સિંહે ટ્વિટ કર્યું કે મને તો લાગ્યું કે તમે એક્સ-રે કરવા જઈ રહ્યાં છો.
First published: December 29, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...