શ્રીનિવાસનની આઇસીસીમાંથી અને રવિ શાસ્ત્રીની આઇપીએલમાંથી હકાલપટ્ટી

Haresh Suthar | News18
Updated: November 9, 2015, 2:53 PM IST
શ્રીનિવાસનની આઇસીસીમાંથી અને રવિ શાસ્ત્રીની આઇપીએલમાંથી હકાલપટ્ટી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની આજે મુંબઇમાં મળેલી એજીએમ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. સટ્ટાકાંડ સહિત વિવાદમાં ચર્ચામાં આવેલા શ્રીનિવાસનની છેવટે આઇસીસીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સાથોસાથ રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીનો પણ દાવ પુરો કરાયો છે.

  • News18
  • Last Updated: November 9, 2015, 2:53 PM IST
  • Share this:
મુંબઇ # ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની આજે મુંબઇમાં મળેલી એજીએમ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. સટ્ટાકાંડ સહિત વિવાદમાં ચર્ચામાં આવેલા શ્રીનિવાસનની છેવટે આઇસીસીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. સાથોસાથ રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીનો પણ દાવ પુરો કરાયો છે.

આઇસીસી ચેરમેન એન શ્રીનિવાસનને છેવટે એમના પદેથી હટાવી દેવાયા છે. એમની જગ્યાએ બીસીસીઆઇ અધ્યક્ષ શશાંક મનોહરને આઇસીસીના નવા ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ રજુ કરાયો છે. શ્રીનિવાસનનો કાર્યકાળ જૂન-2016 સુધીનો હતો પરંતુ સાત મહિના પહેલા જ એમને પદ પરથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. હવે આઇસીસીમાં શ્રીનિવાસનનો બાકીનો કાર્યકાળ શશાંક મનોહર પુરો કરશે.

સાથોસાથ પસંદગી સમિતિના રોજર બિન્નીને પણ એમના પદેથી હટાવવામાં આવ્યા છે. અન્ય વ્યક્તિઓ સાથે અહંમના ટકરાવને લીધે બિન્નીનો ભોગ લેવાયાનું જાણવા મળી રહ્યું છે. બિન્નીની જગ્યાએ એમ એસ કે પ્રસાદને તક અપાઇ છે. ઉપરાંત ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીને પણ આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાંથી હટાવી દેવાયા છે. મુંબઇમાં આજે મળેલી બીસીસીઆઇની એજીએમમાં આ મહત્વના નિર્ણયો લેવાયા હતા.
First published: November 9, 2015, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading