પોતાની પત્ની હસીન જહાંના આરોપોના કારણે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા માટે તેમનો કોન્ટ્રાક્ટ તો પહેલાથી જ રોકાઈ ગયો છે, હવે તે આઈપીએલમાં પણ રમી શકશે કે નહી તે ચોક્કસ નથી.
આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિંલની મીટિંગમાં નક્કી થયું છે કે, જ્યાર સુધી શમી વિરૂદ્ધ કરવામાં આવી રહેલ એન્ટી કરપ્શન યૂનિટની તપાસના પરિણામ આવી જતા નથી ત્યાર સુધીમાં શમી આઈપીએલમાં રમશે કે, નહી તે નિર્ણય લેવામાં આવશે નહી.
આઈપીએલમાં ત્રણ કરોડમાં ખરીદનાર ટીમ દિલ્હી ડેયર ડેવિલ્સએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ બાબતે બીસીસીઆઈના આદેશનું પાલન કરશે.
બોર્ડના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાનું કહેવું છે કે, "એસીયૂને સાત દિવસની અંદર તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી લઈને શમી આઈપીએલમાં રમશે કે નહી તેનો નિર્ણય તપાસ બાદ જ લેવામાં આવશે. શમી પર અંતિમ નિર્ણય સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવેલી અધિકારીઓની કમિટી એટલે સીઓએ કરશે."
શમી પર તેમની પત્નીએ મેચ ફિક્સિંગના આરોપ પણ લગાવ્યા છે. ત્યાર બાજદ સીઓએના પ્રમુખ વિનોદ રાયે બોર્ડની એન્ટી કરપ્શન યૂનિટના પ્રમુખ નીરજ કુમારને તપાસ કરવાના આદેશ આપ્યો હતો. આ બાબતે ગુરૂવારે શમીએ તેમને મળીને પોતાનો પક્ષ પણ રાખ્યો છે. હાલમાં શમી પર ખુલ્લી તલવાર લટકી રહી છે, તપાસ બાદ જ ખબર પડશે કે, તલવાર શમી પર પડે છે કે, જહાંન પર...
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર