વર્લ્ડ કપ: પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ, વેસ્ટ ઇન્ડિઝની 7 વિકેટે જીત

News18 Gujarati
Updated: June 1, 2019, 7:48 AM IST
વર્લ્ડ કપ: પાકિસ્તાન 105 રનમાં ઓલઆઉટ, વેસ્ટ ઇન્ડિઝની 7 વિકેટે જીત

  • Share this:
વર્લ્ડકપ 2019ની બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, તો 106 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમને મજબૂત શરૂઆત કરી હતી, જેમાં ગેઇલે તાબડતોડ માત્ર 33 બોલમાં 50 રન ફટકાર્યા હતા. તો માત્ર 13 ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝે ત્રણ વિકેટ ગુમારી 106 રન બનાવી લીધા હતા અને પાકિસ્તાન સામે 7 વિકેટે જીત મેળવી હતી.

પાકિસ્તાને શરૂઆત નબળી થઇ હતી. ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 21.4 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાને 105 રન બનાવ્યા છે.  વેસ્ટઇન્ડિઝ તરફથી રસેલે બે  અને સૌથી વધુ થોમસે 4 વિકેટ લીધી હતી.

પાકિસ્તાની બેસ્ટમેનો વેસ્ટઇન્ડિઝના બોલર સામે ઘૂંટણીએ પડી ગયા, 50 ઓવરની મેચમાં પાકિસ્તાન માત્ર 21.4 ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ. જ્યારે વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 106 રનનો ટાર્ગેટ મળ્યો છે.

વેસ્ટઇન્ડિઝ ટીમ છેલ્લા ઘણા સમયથી સારુ પ્રદર્શન કરી રહી છે, જેનાથી બંને વર્લ્ડકપની પ્રબણ દાવેદારમાંથી એક ટીમ માનવામાં આવી રહી છે.

બંને ટીમના પ્લેયર અંગે વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ક્રિસ ગેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન(વિકેટકીપર), આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જેસન હોલ્ડર(કેપ્ટન), એશ્લે નર્સ, શેલ્ડોન કોતરેલ અને ઓશેન થોમસ તો પાકિસ્તાનની ટીમમાં ઇમામ ઉલ હક, ફકર ઝમાન, બાબર આઝમ, હેરિસ સોહેલ, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહેમદ(કેપ્ટન/વિકેટકીપર), ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિરનો સમાવેશ કરાયો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ સતત છ કલાક PUBG ગેમ રમ્યા બાદ 16 વર્ષનાં છોકરાનું મોતપાકસ્તાની ટીમ આમતો સંતુલિત છે, પરંતુ તેની સામે વેસ્ટઇન્ડિઝની ટીમમાં શરૂઆતથી લઇને અંત સુધી આક્રમક બેસ્ટમેનોની સેના છે. ખાસ કરીને ટીમમાં આંદ્રે રસેલ અને ક્રિસ ગેલ જેવા ધૂરંધર ખેલાડીઓ છે.
First published: May 31, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading