Home /News /cricket /Saurashtra Ranji Champion: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા ચમક્યા

Saurashtra Ranji Champion: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા ચમક્યા

તસવીર સૌજન્યઃ BCCI Domestic

Saurashtra Ranji Trophy Champion: સૌરાષ્ટ્રની રણજી ટીમે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. આ વખતે સૌરાષ્ટ્ર પશ્ચિમ બંગાળને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને ચેમ્પિયન બન્યું છે. આ મેચમાં જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા ચમક્યા છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રની રણજી ટીમેપશ્ચિમ બંગાળને તેના હોમગ્રાઉન્ડ કોલકાતાના ઈડન ગાર્ડનમાં હારાવ્યું. સૌરાષ્ટ્રની જીત થતા જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા ચમક્યા છે. જયદેવ ઉનડકટે આ મેચમાં 9 વિકેટ લીધી છે જ્યારે ચેતન સાકરિયાએ 6 વિકેટ ઝડપી છે. સૌરાષ્ટ્ર તરફથી અર્પિત વસાવડા અને ચિરાગ જાનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લી ત્રણ રણજી ટ્રોફીમાંથી 2માં સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું છે. કેપ્ટન જયદેવ મેન ઓફ ધ મેચ બન્યો છે. મેન ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પણ સૌરાષ્ટ્રના હાથમાં જ આવી છે.



9 વિકેટ લઈને ઝંઝાવતી બોલિંગ કરનારા કેપ્ટન જયદેવ ઉનડકટને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે જ્યારે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પર સૌરાષ્ટ્રનો અર્પિત વસાવડા બન્યો છે. સૌરાષ્ટ્રની ટીમે પહેલી ઈનિંગ્સથી બોલિંગમાં તરખાટ મચાવીને બીજી ઈનિંગ્સમાં પણ પશ્ચિમ બંગાળની સામે મજબૂત સ્થિતિ બનાવી લીધી હતી.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી બંગાળની ટીમ 174માં તંબૂ ભેગી થઈ ગઈ હતી જે પછી સૌરાષ્ટ્રે 404 રનનો જંગી સ્કોર ઉભો કરી દીધો હતો. પહેલી ઈનિંગ્સમાં કેપ્ટન જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે ચેરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગ્સમાં હાર્વિક દેસાઈ (50), શેલ્ડોન જેક્સન (59), અર્પિત વસાવડા (81) અને ચિરાગ જાની (60)એ અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી.

આ પછી બીજી ઈનિંગ્સમાં રમવા ઉતરેલી બંગાળની ટીમ પણ પાંગળી સાબિત થઈ હતી. માત્ર અન્સ્તુપ મજમુદાર (61) અને મનોજ તિવારી (68) ટકી શક્યા હતા. આ ઈનિંગ્સમાં જયદેવે 6 અને ચેતને 3 વિકેટ લઈને બંગાળને 241 રન પર રોકી દીધું હતું.


સૌરાષ્ટ્રે ચોથા દિવસે પહેલા જ સેશનમાં 1 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે. ફરી એકવાર સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બનતા જયદેવ ઉનડકટ સહિત ટીમના મેમ્બર્સ જબરજસ્ત સેલિબ્રેશન કરી રહ્યા છે.
First published:

Tags: Cricket News Gujarati, Gujarati news, Jaydev Unadkat, Rajkot News, Ranji trophy, Saurashtra