Home /News /cricket /

સત્તાધાર ચાર રસ્તા પાસે જવેલર્સ શોપમાં જીવલેણ હુમલો : લુંટ કરી આરોપીઓ ફરાર

સત્તાધાર ચાર રસ્તા પાસે જવેલર્સ શોપમાં જીવલેણ હુમલો : લુંટ કરી આરોપીઓ ફરાર

અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે જવેલર્સ શોપમાં ભરબપોરે જીવલેણ હુમલો કરી દાગીનાની લૂંટ ચલાવતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે જવેલર્સ શોપમાં ભરબપોરે જીવલેણ હુમલો કરી દાગીનાની લૂંટ ચલાવતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ : અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પાસે જવેલર્સ શોપમાં ભરબપોરે જીવલેણ હુમલો કરી દાગીનાની લૂંટ ચલાવતા શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા નંદ જવેલર્સના માલિક રતિલાલ પટેલ બપોરે દુકાનમાં હાજર હતા. ત્યારે કેટલાક અજાણ્યા શખસો શોરૂમમાં ધસી ગયા હતા અને રતિલાલ પર તિક્ષ્ણ હથિયારથી હિંસક હુમલો કરી દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

હત્યાનો પ્રયાસ અને લૂંટ ચલાવનારા શખસો પોતાની ઓળખ છુપાવવા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી તેનું ડીવીઆર સાથે લઈ ગયા છે. લૂંટારૂઓને ભાગતા જોનારા લોકોના જણાવ્યાનુસાર ત્રણ લૂંટારૂ દાગીનાની લૂંટ ચલાવી ઓટોરિક્ષામાં નાસી છૂટયા હતા.

જયારે ગંભીર રીતે ઘાયલ રતિલાલ પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દોઢ વર્ષ અગાઉ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ગેંગએ નંદ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.આ સમયે વિશાલની ગેંગના એક સાગરિતને લોકોએ હિંમતપૂર્વક ઝડપી પાડયો હતો.
First published:

Tags: ગુજરાત, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन